
22મી માર્ચ દેશની જનતા માટે સુવર્ષ અક્ષરે લખાઈ જશે આજે કોરોના વાયરસના કહેલ થી રાષ્ટ્ર ધ્રુજી ઉઠ્યું છે દેશના વડાપ્રધાન પણ ચિંતા માં મુકાઈ ગયા છે તેથી કોરોના વાયરસ થી બચવાનો ઉપાય એકમાત્ર જનતા કર્ફ્યુ કારણ કે વાયરસ 12 કે 14 કલાક બાદ આપ મેળે જે ઉડી જાય છે તેથી ખેતી પ્રધાન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનતા ને અપીલ કરી કે બે દિવસ બાદ જનતા કર્ફ્યુ કરી લોક સંપર્ક થી દૂર થઇ કોરોના સામે આવી રીતે લડી શકાય નરેન્દ્ર મોદીના પડ્યા બોલ નાગરિકોએ જીલી લીધા અને ભય વચ્ચે આજે દેશના તમામ ગામડા,તાલુકા જિલ્લા,અને રાજ્યોમાં જનતા કર્ફ્યુ સ્વૈચ્છિક રીતે પાડેલ છે જેમાં ભગવાન શ્રી કૃષ્ણ બાળ સખા મિત્ર સુદામા નગરી પણ બાકાત નથી રહી પોરબદંરની જનતા એ પણ આજે કોરોનાના કહેર સામે લડવાનો નીર્ધાર કરી ગત રાત થી જ વેપાર ધંધા બંદ કરી આજે જનતા કર્ફ્યુમાં જોડાય અને જન સમર્થન આપ્યું હતું માત્ર ઇમર્જન્સી સેવા અને આવસ્ય્ક ચીજ વસ્તુનું ક્યાંક ક્યાંક વેચાણ થતું હતું પરંતુ લોકોને કોરોના વાયરસનો ભય ઘરમાં જ બેસાડીને જન સમર્થન આપી રહ્યો હતો.