//

જીવરાજ મહેતા હોસ્પિટલના સ્ટાફને કોરન્ટાઈન કારાયા

અમદાવાદમાં દિન – પ્રતિદિન કોરોનાથી સંક્રમિત કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે અમદાવાદની જીવરાજ મહેતા હોસ્પિટલના સ્ટાફને કોરન્ટાઈન કરવામાં આવ્યા છે. મંગળવારે હોસ્પિટલમાં 60 વર્ષીય દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ દર્દીને જીવરાજ મહેતા હોસ્પિટલમાંજ સારવાર અર્થે રાખવામાં આવ્યા હતા. કોરોનાથી સંક્રમિત થયેલા દર્દીના સંપર્કમાં આવેલા તમામ લોકોને હોમ કોરન્ટાઈન કરવામાં આવ્યા છે. તો હોસ્પિટલના નર્સ, ડોકટર અને અન્ય સ્ટાફને પણ હોમ કોરન્ટાઈન કરવામાં આવ્યા છે.. વધુ સારવાર માટે કોરોના પોઝિટિવ દર્દીને SVP હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તો દર્દીના સંપર્કમાં આવેલા જીવરાજ મહેતા હોસ્પિટલના 100થી વધુ લોકોને હોમ કોરન્ટાઈન કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે મુંબઈની વોર્કહાર્ટ હોસ્પિટલમાં પણ 26 નર્સ અને ડોકટર સહિના સ્ટાફને કોરન્ટાઈન કરવામાં આવ્યા છે સાથેજ હોસ્પિટલમાં પણ અવર- જવર બંધ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.