///

Video : હારથી ભડક્યા? શ્રીલંકાના કોચ અને કેપ્ટન મેદાન વચ્ચે ઝઘડી પડ્યા

ભારતે શ્રીલંકાને કોલંબોમાં રમાયેલી બીજી વનડે મેચમાં હરાવ્યું હતુ અને સિરીઝ પર કબ્જો કર્યો હતો. આ હાર બાદ મેદાન પર શ્રીલંકાના કોચ મિકી આર્થર કેપ્ટન દાસુન શનાકા ઝગડતા જોવા મળ્યા છે. શ્રીલંકાએ જીતેલી મેચ હારી હતી, જેથી શ્રીલંકાના હેડ કોચ મિકી આર્થર ભડકી ગયા છે.

શ્રીલંકાના હેડ કોચ મિકી આર્થર અને કેપ્ટન દાસુન શનાકા મેદાન પર સામસામે આવી ગયા હતા. દીપક ચહર અને ભુવનેશ્વર કુમારે શ્રીલંકા પાસેથી આ જીત છીનવી લીધી હતી. સૌથી વધુ દુ:ખ શ્રીલંકાના કોચ આર્થરના ચહેરા પર જોવા મળ્યુ હતું. જ્યારે મેચ પૂરી થઈ તો મિકી આર્થર મેદાન પર કેપ્ટન શનાકા સાથે ઉગ્ર ચર્ચા કરતા જોવા મળ્યા હતા. બંનેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી વનડે બાદ મિકી આર્થરના આ વર્તનને લઈને શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર રસેલ આર્નોલ્ડે ટિપ્પણી કરી છે. આર્નોલ્ડે ટ્વીટ કર્યુ, કોચ અને કેપ્ટન વચ્ચેની વાતચીત મેદાન પર નહીં, પરંતુ ડ્રેસિંગ રૂમમાં થવી જોઈએ.

આ વીડિયોમાં દાસુન શનાકા અને મિકી આર્થર કોઈ વાત પર જોરદાર ચર્ચા કરી રહ્યા છે. આર્થર કેપ્ટન પર કોઈ વાતને લઈને નિશાન સાધતા જોવા મળ્યા તો શનાકાએ તેમને સમાજવવાનો પ્રયાસ કર્યો. ત્યારબાદ મિકી આર્થર ગુસ્સામાં મેદાન બહાર જતા રહે છે.

ઉલ્લેખનિય છે કે ભારતીય ટીમે બીજી વનડેમાં શ્રીલંકાને 3 વિકેટે પરાજય આપ્યો છે. આ સાથે ભારતે ત્રણ મેચની સિરીઝમાં 2-0થી લીડ મેળવી લીધી છે. દીપક ચહર અને ભુવનેશ્વર કુમારે આઠમી વિકેટ માટે 84 રનની ભાગીદારી કરી ભારતને જીત અપાવી હતી. દીપક ચાહરે અણનમ 69 રન બનાવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.