///

પાસનું રાજ્યવ્યાપી આવેદન કિંજલ પટેલે શું ઉઠાવ્યા સવાલો

પાસ દ્રારા આજે રાજ્યવ્યાપી પાટીદાર સમાજના આગેવાનો અને આંદોલનકારી  હાર્દિક પટેલ સહીતના યુવાનેતાઓ સામે થયેલ ખોટા કેસો મામલે દરેક જિલ્લા તાલુકા મથકોમાં આવેદનપત્રો આપવામાં આવ્યા છે આજે હાર્દિક પટેલના પત્ની કિંજલ પટેલની આગેવાની હેઠળ નિખિલ સવાણી જયેશ પટેલ સહીતના પાસ કાર્યકરો આજે અમદાવાદ જિલ્લા કલેકટર કચેરી પહોંચ્યા હતા અને રજૂઆત કરી હતી આજે હાર્દિક પટેલના પત્ની કિંજલે પટેલે અનેક સવાલો ઉઠાવ્યા હતા અને જણાવ્યું હતું કે અમે પણ ગાંધીજી અને ભગતસિંહના આદર્શોને માની એ છે

જે લોકો ભાજપામાં જોડાય તેને પોલીસ સ્ટેશન માંથી જામીન મળે છે ત્યારે હાર્દિક અને અલ્પેશ જેવા યુવાનો ને હેરાન કરવામાં આવે છે શું આ ન્યાય છે  આજે કિંજલ પટેલ સહીતના પાસના કાર્યકરો એ જિલ્લા કલેકટરને આવેદન પાઠવીને રજુઆત કરી હતી કે પાસના કાર્યકરો સામે જે ખોટા કેશો થયા છે તે કેસો પરત ખેંચવાની જિલ્લા કલેકટર સમક્ષ રજૂઆત કરી હતી 

Leave a Reply

Your email address will not be published.