/

અમદાવાદના PI એફ. એમ. કુરેશી 10 હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા

ગાય ન પકડવા માટે એક વ્યકિત પાસેથી 20 હજારની માંગણી કરી હતી

Qureshi was caught red-handed taking a bribe

હમેશા વિવાદોમાં રહેતા શહેરના જાણીતા એવા પીઆઈ એફ. એમ. કુરેશી 10 હજારની લાંચ લેતા રંગેહાથે ઝડપાઈ ગયા છે. જોકે તેઓ કોર્પોરેશનમાં ગાય પકડવાની ગાડીના ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવતા હતા. તે દરમિયાન તેઓએ ગાય ન પકડવા માટે એક વ્યકિત પાસેથી 20 હજારની માંગણી કરી હતી જો કે, તે વ્યકિત પાસે આટલા પૈસા ન હોવાથી તેણે 10 હજાર આપવા માટે કહ્યું હતું. આ વાતની જાણ એસીબીને કરતા તેઓએ વોચ રાખી પીઆઈને રંગે હાથે ઝડપી પાડ્યા છે.

આ બનાવની મળતી માહિતી પ્રમાણે, પીઆઈ કુરેશીએ અમદાવાદના એક શખ્સને રખડતા ઢોરના મામલે કેસ કરવાની ધમકી આપી હતી. તેની પાસેથી 20 હજાર રૂપિયાની માંગણી કરતા અંતે 10 હજારમાં સોદો નક્કી થયો. આ અંગે શખ્સે એસીબીને જાણ કરતા એસીબીએ પીઆઈને રંગેહાથ ઝડપી પાડવા છટકું ગોઠવ્યુ હતું. પીઆઈએ શખ્સને રૂપિયા સાથે અમદાવાદ એરપોર્ટ સર્કલ પાસે આવેલી એરપોર્ટ ઇન હોટલમાં બોલાવ્યો હતો. ફરિયાદી શખ્સ પૈસા આપતો હતો, ત્યારે જ કુરેશી ઝડપાઈ ગયો હતો.

તમને જણાવી દઈએ કે, પોશ વિસ્તારમાં આવેલી એરપોર્ટ ઇન હોટલ 3 સ્ટાર છે અને કુરેશીએ આ હોટલ પાંચ વર્ષના કરાર પર લીધી છે. આ હોટલનું મહિને 4 થી 5 લાખ રૂપિયા ભાડું છે જે કુરેશી ચૂકવે છે. આ હોટલની દેખરેખ કુરેશીની ખાસ માનવામાં આવતી ફરહીન નામની યુવતી છે જે હોટલના રૂમમાં જ રહેતી હોવાનું કહેવાય છે. ફરહીન જ કુરેશીના તમામ વહીવટ સંભાળેછે.

કુરેશી આ પહેલા સરખેજના એક ગેંગસ્ટરના પુત્રને ગેરકાયદે ઉઠાવી ગયા હતા. આ મામલે પણ કુરેશી સામે ફરિયાદ થઈ ચૂકી છે. તેમની સામે બળાત્કારની ફરિયાદ થયા પછી જેલમાં રહેવું પડ્યું હતું.

Leave a Reply

Your email address will not be published.