/

રઘુવંશી સમાજ સરકારની પડખે ઉભવા તૈયાર મહામારીમાં સમાજની ત્રણ વાડી સાથે 50 યુવાનો આપવાની તૈયારી દર્શાવી

આરોગ્ય પરીક્ષણ માટે 50 યુવાનો સાથે ત્રણેય વાડી ખુલ્લી મૂકી અનોખી પહેલ કરી રઘુવંશી સમાજ સરકારની સાથે ઉભા રહી અને સમાજ અનોખું ઉદાહરણ પુરુ પાડી સમાજમાં લોકજાગૃતિ લાવી રહ્યો છે લોહાણા સમાજ હાલ કોરોના વાયરસ નો કહેર છે લોકોને ખાનગી કે સિવિલ હોસ્પિટલોમાં જવું પડે છે ત્યાં ચેપ લાગવાનો ભય સતાવે છે ત્યારે પોરબદંર રઘુવંશી સમાજે પોતાની ઉદારતા દાખવી સમાજના તમામ પ્રશ્નો મુલત્વી રાખી સમાજની ઉપયોગી વાડી જનતાના ઉપયોગ માટે ખુલ્લી મૂકી દીધી છે અને સરકાર ને કે આરોગ્ય વિભાગને જયારે જરૂર પડે ત્યારે લોહાણા સમાજની ત્રણ વાડી જેમાં તાજાવાળા લોહાણા મહાજન વાડી,ભાણજી લવજી ઘી વાળા લોહાણા મહાજન વળી અને ગોકાણી હોલ સતત સરકાર ખુલ્લા રાખી સરકારને જયારે જરુ પડે ત્યારે કોઈ પણ ચાર્જ લીધા વગર આપવાનો નિર્ણય કરી અનોખી પહેલ કરી છે જોકે લોહાણા સમાજ સેવાકીય પ્રવૃત્તિમાં હંમેશા પહેલ કરે છે પરંતુ દેશ પર આવી પડેલી મહામારીની મુસીબતમાં લડવા સમાજની વાડી સાથે સમાજના 50 યુવાનો પણ ખડેપગે ઉભા રાખવા કટિબદ્ધ બનાયા છે

સરકાર અને સમાજને નવી રાહ ચીંધી અને રાષ્ટ્રહિતમાં ભાગીદારી નોંધાવવા અને અન્ય સમાજમાં એક દાખલો બેસાડવાનો પ્રયાસ રઘુવંશી સમાજ આગળ વધ્યો છે બે દિવસ પહેલાજ દુઃખદ ઘટનામાં સમાજે અપીલ કરી હતી કે બેસીને નહિ હાથ જોડી દુઃખની લાગણી વ્યક્ત કરી નીકળી જવા અપીલ કરી હતી જેથી કોરોના વાયરસનો ચેપના લાગે તેવા ઉદેશ્ય સાથે આજે પણ અનોખી પહેલ થી સરકારને રઘુવંશી સમાજના પ્રમુખ સંજય કારીયા વહીવટી તંત્રને જાણ કરી હતી ,લોહાણા સમાજ વરસાદ વાવાઝોડા વખતે ગરીબ અને માધ્યમ વર્ગના લોકો માટે સરકારના આદેશ મુજબ જરૂર પડે ત્યારે વાડી આપે જ છે પરંતુ લોકજાગૃતિ અને સ્વૈચ્છિક નિર્ણયમાં પણ સમાજ પોતાની ફરજ ક્યારેય ચૂકતો નથી. 

Leave a Reply

Your email address will not be published.