//

ટૂંક સમયમાં લોકચાહના મેળવનાર જૂનાગઢની રઘુવંશી રિયા તન્ના

વિતલ પીસવાડિયા સાથે હર્ષલ ખંધેડિયા
જૂનાગઢ

ગુજરાત સરકાર ગાંધીનગર માન્ય કલા સંસ્થા ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા રઘુવંશી રિયા તન્નાની વિશેષ સન્માન માટે પસંદગી કરવામાં આવી છે તો સુરતમાં જન્મેલી અને હાલ જુનાગઢમાં રહેતી રઘુવંશી રિયા તન્નાએ કલાક્ષેત્રે એઁકર તરીકે તેમજ ટિકટોક સ્ટાર તરીકે ખ્યાતિ અને લોક ચાહના પ્રાપ્ત કરી છે. યુવાનોનેને મનગમતી જોબ R.J એટલે રેડીઓ જોકી.. ફક્ત 18 વર્ષની ઉંમરે જુનાગઢ જનવાણી 91.2 mhz કૃષિ યુનિવર્સિટીમાં રિયા તન્નાએ આઠ મહિના રેડીયો જોકી તરીકે ફરજ બજાવી હતી.. રિયા તન્નાએ લોકસંગીત ક્ષેત્રે નવરાત્રી, લગ્નગીત, દાંડીયા પારીવાહીક પ્રસંગોમાં એઁકરીગ કરી ખૂબ ચાહના મેળવી છે… રિયા તન્નાને અભિનયનો ખૂબજ શોખ છે..અખિલ ગુજરાત લોહાણા સમાજ દ્વારા વિરલ સિધ્ધી માટે એવોર્ડ પ્રાપ્ત પણ થયો છે… રિયા તન્ના ટિકટોક ઉપર લગભગ 10 લાખથી વધારે ફોલોવર્સ ધરાવે છે. તો ઈનસ્ટાગ્રામમાં 1 લાખ કરતાં વધુ લોકો તેને ફોલો કરે છે. અમદાવાદ ખાતે ” The Pride Of Gujarat ” નો પ્રોફેશનલ એઁકર એવોર્ડ રિયા તન્નાએ પ્રાપ્ત કર્યો હતો.. જેમાં રિયાને પાઘડી પહેરાવી સર્ટિફિકેટ, ટ્રોફી તેમજ મેઙલ એનાયત કરી સન્માનિત કરવામાં આવી હતી રિયાને કલાક્ષેત્રે વખતોવખત અનેક સંસ્થાઓ દ્વારા એવોર્ડ અને પ્રમાણપત્ર આપી સન્માન સહ નવાજવામાં આવે છે… તે Kc Fushion Huntમાં ગુજરાતના વિવિધ શહેરોમાં જજ તેમજ મેનેજિંગ ડિરેક્ટ તરીકે રહી ચુકી છે. યુટ્યુબ ઉપર પણ રવી જાદવ ચેનલમાં રિયાએ 6 સ્ટોરીમાં કામ કર્યુ છે જેમાંથી દરેક વીડિયો બે લાખ કરતા વધુ લોકો નિહાળી ચુક્યા છે. તથા શ્રી રામ ઓડિઓ અને RDC જેવી ચેનલમાં ” હાલ ખવડાવુ સેન્ડવીચ “આલ્બમ સોંગમાં અભિનય આપી કલાના કામણ પાથરીયા છે. રિયા તન્નાને સમગ્ર ગુજરાતના ઈવેન્ટોમાં મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત કરવામાં આવે છે. ગાંધીનગર માન્ય કલા સંસ્થા શ્રી સરસ્વતી સંગીત ટ્રસ્ટના પ્રમુખ કમલેશભાઈ બથીયાએ જણાવ્યું કે- મારી નાનકડી બેન રિયાનું વિશેષ સન્માન થવા જઈ રહ્યું છે. તેઓએ રિયા તન્નાને શુભેચ્છાઓ પાઠવી આશીર્વાદ આપ્યા હતા.

1 Comment

Leave a Reply

Your email address will not be published.