////

રાહુલ અને પ્રિયંકા ગાંધીએ કેન્દ્ર સરકાર પર સાધ્યું નિશાન

નવા કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂત છેલ્લા કેટલાક દિવસથી આંદોલન કરી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે સરકાર સાથે વાતચીત માટે તૈયાર છે પણ કોઈ શરત નહીં માને. ત્યારે આ આંદોલનને વિપક્ષ પાર્ટીઓનું પુરુ સમર્થન પ્રાપ્ત છે. તે દરમિયાન રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યો છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીનું કહેવું છે કે સરકારે ખેડૂતોનું સાંભળવું જોઈએ.

વાયનાડથી સાંસદ રાહુલ ગાંધીએ ટ્વિટ કરી કહ્યું કે મોદી સરકારે ખેડૂતો પર અત્યાચાર કર્યા છે. પહેલા કાળા કાયદા પછી ડંડા ચલાવ્યા પરંતુ તે ભૂલી ગયા તે ખેડૂત અવાજ ઉઠાવે છે તો તેનો અવાજ આખા દેશમાં ગૂંજે છે. ખેડૂત ભાઈ બહેનોની સાથે થઈ રહેલા શોષણ વિરુદ્ધ તમે સ્પીક અપ ફોર ફાર્મર્સ કેમ્પેઈનના માધ્યમથી જોડાવ.

પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે નામ ખેડૂત કાયદો પરંતુ ફાયદો અરબોપતિ મિત્રોનો. ખેડૂત કાયદો ખેડૂતો સાથે વાત કર્યા વગર કેવી રીતે બનાવી શકો? તેમાં ખેડૂતોને નજરઅંદાજ કેવી રીતે કરી શકાય? સરકારે ખેડૂતોની વાત સાંભળવી પડશે. આવો મળીને ખેડૂતોના સમર્થનમાં અવાજ ઉઠાવીએ. પોતાના ટ્વિટની સાથે તેમણે સ્પીક અપ ફોર ફાર્મર્સ કેમ્પેન હેશટેગનો ઉપયોગ કર્યો છે.

આ પહેલા શનિવારે રાહુલ ગાધીએ એક તસ્વીર શેર કરતા કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. તસ્વીરમાં જવાન વૃદ્ધ ખેડૂતને દંડો મારી રહ્યો છે. રાહુલ ગાંધીઓ ફોટો શેર કરતા લખ્યું કે, બહું દુઃખદ ફોટો છે. આપણું સૂત્ર છે જય જવાન જય કિશાન. પરંતુ આજે પીએમ મોદીના અહંકારે જવાન અને કિશાનને સામ સામે વિરોધમાં ઉભા કરી દીધા છે. આ બહું ખતરનાક છે.

Leave a Reply

Your email address will not be published.