///

વેક્સિનને લઇ રાહુલ ગાંધીએ ફરી વડાપ્રધાન પર કર્યો આકરો પ્રહાર, કહ્યું…

કોરોનાની લડાઈમાં બ્રિટને સફળતા મેળવી છે. જે આગામી અઠવાડીયાથી વેક્સિન આપવાની શરૂ કરશે. બ્રિટનને અમેરિકાની ફાઈઝર અને જર્મનીની બાયોએનટેકની કોરોના વેક્સિનની મંજૂરી મળી છે. ભારતમાં પણ વેક્સિન જલ્દી આવવાના આસાર છે. ત્યારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકારના વેક્સીન નિવેદનને લઈને ફરી પ્રહાર કર્યા છે.

વેક્સિન આવવાની આશા સાથે લોકોના મનમાં સવાલ છે કે આખરે તેમને વેક્સિન ક્યારે મળશે. કોંગ્રેસ પણ આ સવાલ સરકારને કરી રહી છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે વડાપ્રધાને કહ્યું હતું કે દરેકને વેક્સિન મળશે. બિહારની ચૂંટણીમાં ભાજપે કહ્યું હતું કે દરેક બિહારવાસીઓને ફ્રીમાં વેક્સીન મળશે અને હવે ભારત સરકાર તેની ના પાડી રહી છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવના નિવેદનનો ઉલ્લેખ કરતાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે સરકાર કહી રહી છે કે અમે દરેકને વેક્સિન આપવાનો વાયદો કર્યો નથી. આ સમયે વડાપ્રધાન મોદીનું સ્ટેન્ડર્ડ શું છે. આ પહેલાં કોંગ્રેસે પૂછ્યું કે શું લોકોને વેક્સીન મળશે કે તેને માટે પણ તેઓએ આત્મનિર્ભર બનવાનું રહેશે.

મહત્વનું છે કે અમદાવાદમાં ઝાયડસ- કેડિલા જાયકોવ-ડી નામની વેક્સિન બનાવી રહી છે, જે સંપૂર્ણ રીતે દેશી છે તેના 2 ટ્રાયલ થઈ ચૂક્યા છે. તો હૈદરાબાદમાં ભારત બાયોટેક આઈસીએમઆરની સાથે મળીને કોવેક્સિન નામની વેક્સિન બનાવી રહી છે. જેનું એમ્સ સહિતની 25 હોસ્પિટલમાં ત્રીજા ફેઝનું ટ્રાયલ ચાલી રહ્યું છે.

વેક્સીનની રેસમાં સૌથી આગળ પુનામાં બની રહેલી કોવિશીલ્ડ વેક્સિન છે. તેને સીરમ ઈન્સ્ટિટ્યૂટ બ્રિટિશ ફાર્મા કંપની એસ્ટ્રાજેનેકા અને ઓક્સફર્ડ યૂનિવર્સિટીની સાથે મળીને બનાવી રહી છે. આ વેક્સિન દેશમાં સૌથી આગળ છે. જ્યારે તેના ત્રીજા ફેજનું ટ્રાયલ પણ 60-70 ટકા સુધી અસરકારક રહ્યું છે. વેક્સિનને મંજૂરી મળવાની રાહ જોવાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published.