////

રાહુલ ગાંધીએ કોરોના વેક્સિનને લઈને PM મોદીને પૂછ્યા આ ચાર પ્રશ્ન…

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કોવિડ-19 મહામારી સામે લડવા તેમજ કોરોનાની રસી સાથે જોડાયેલા ચાર પ્રશ્ન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પૂછ્યા છે. જેમાં રાહુલ ગાંધીએ મોદી સરકારને પૂછ્યુ છે કે, મોદી સરકાર ભારત માટે કઇ કોરોના વેક્સીનને પસંદ કરશે. સાથે જ તેમણે એમ પણ પૂછ્યુ કે, કોરોનાની રસી લગાવવાને લઇને કઇ રીતની પ્રક્રિયા અપનાવવામાં આવશે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કોરોના સંકટને લઇને સતત મોદી સરકાર પર પ્રહાર કરી રહ્યાં છે. ત્યારે રાહુલ ગાંધીએ સોમવારે ટ્વીટ કરીને વડાપ્રધાન મોદીને ચાર પ્રશ્ન પૂછ્યા છે. જેમાં રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને લખ્યુ છે કે,

PM મોદીએ રાષ્ટ્રને જણાવવુ પડશે:

  1. કોરોનાની તમામ વેક્સિનમાં, ભારત સરકાર કોની પસંદગી કરશે અને કેમ?
  2. પ્રથમ રસી કોને મળશે અને વિતરણની રણનીતિ શું હશે?
  3. શું મફત રસી સુનિશ્ચિત કરવા માટે PMCares ફંડનો ઉપયોગ કરવામાં આવશે?
  4. તમામ ભારતીયોને ક્યાં સુધી રસી લગાવવામાં આવશે?

નોંધનીય છે કે, ભારતમાં પાંચ વેક્સીન તૈયાર થવાની દિશામાં આગળ વધી રહી છે. જેમાંથી ચારના પરીક્ષણ બીજા અથવા ત્રીજા તબક્કામાં છે, જ્યારે એક પ્રથમ અથવા બીજા તબક્કામાં છે. જોકે, હજુ સુધી આ નક્કી નથી થઇ શક્યું કે ભારત કઇ રસી પર વિશ્વાસ કરશે. જેને લઇને રાહુલ ગાંધીએ પ્રશ્ન પૂછ્યા છે.

Leave a Reply

Your email address will not be published.