/////

PMની સર્વદલીય બેઠક પહેલા રાહુલ ગાંધીએ વેક્સિનને લઈને કર્યો આ પ્રશ્ન

આજે કેન્દ્ર સરકારે કોરોના મહામારીથી વણસેલી સ્થિતિ પર ચર્ચા કરવા માટે સર્વદલીય બેઠક બોલાવી છે. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદના બન્ને ગૃહોના વિવિધ નેતાઓ સાથે વાતચીત કરશે. સંસદના બન્ને ગૃહોમાં વિવિધ પાર્ટીઓના નેતાઓને ઓનલાઈન બેઠક માટે આમંત્રણ આપ્યું છે.

મહત્વનું છે કે, વડાપ્રધાન મોદી આ બેઠકની આગેવાની કરશે. જ્યારે આ બેઠક પહેલા કોંગ્રેસ નેતા અને વાયનાડથી સાંસદ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને પ્રશ્ન પૂછ્યો છે.

રાહુલ ગાંધીએ કોરોના વેક્સિન મુદ્દે સરકાર પ્રત્યે આશા વ્યક્ત કરી છે કે, આ બેઠકમાં કહેવામાં આવશે કે, ક્યાં સુધી લોકોને ફ્રી વેક્સિન મળશે. રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટમાં કહ્યું છે કે, અમને આશા છે કે, આજની સર્વદલીય બેઠકમાં વડાપ્રધાન સ્પષ્ટ કરશે કે, દરેક ભારતીયોને ક્યાં સુધીમાં કોરોના વેક્સિન આપવામાં આવશે.

આજની આ બેઠકમાં સાંસદોને કોરોના મહામારીનો સામનો કરવા માટે ઉઠાવવામાં આવેલા વિવિધ પગલા વિશે જણાવવાની સંભાવના છે. વેક્સિનના ડેવલોપમેન્ટ અને સપ્લાયના વિષય પર પણ ચર્ચા થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published.