////

ખેડૂત, મજૂર અને મોહન ભાગવત વિરોધી થઇ જાવ તો કેન્દ્ર સરકાર તેમને પણ આતંકી ઠેરવશે: રાહુલ ગાંધી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કૃષિ કાયદાને લઇને ફરી એક વખત સરકાર પર પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી આ કાયદાને પરત લેવાની માગ કરી હતી. તે દરમિયાન મીડિયા સાથે વાત કરતા રાહુલ ગાંધીએ કહ્યુ કે જે પણ મોદી સરકાર વિરૂદ્ધ બોલે છે, તેમણે આતંકી કહેવામાં આવે છે. રાહુલ ગાંધીએ તે દરમિયાન કહ્યુ કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવત વિરૂદ્ધ થઇ જાય તો મોદી સરકાર તેમણે પણ આતંકી ગણાવશે.

ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા લગાવવામાં આવેલા ખેડૂત આંદોલનમાં ખાલિસ્તાની સમર્થકોના હાથ હોવાના આરોપ પર રાહુલ ગાંધીએ જવાબ આપ્યો હતો. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યુ, ભાજપ, નરેન્દ્ર મોદીજીનો એક લક્ષ્ય છે અને તે ખેડૂત-મજૂર સમજી ગયો છે, તેમનો લક્ષ્ય પોતાના અમીર મિત્રોને ફાયદો પહોચાડવાનો છે, જે પણ નરેન્દ્ર મોદી વિરૂદ્ધ ઉભા થાય છે તે તેમના વિશે કઇને કઇ ખોટુ બોલતા રહે છે.

રાહુલ ગાંધીએ આગળ કહ્યું કે, ખેડૂત ઉભા થઇ જશે તો તેમણે પણ આતંકવાદી કહેશે, મજૂર ઉભા થઇ જશે તો તેમણે પણ આતંકવાદી બોલશે અને એક દિવસ જો મોહન ભાગવત ઉભા થશે તો તેમણે પણ કહેશે કે તે આતંકવાદી છે. જે પણ નરેન્દ્ર મોદીને સવાલ પૂછવાનો પ્રયાસ કરશે તે આતંકવાદી છે અને નરેન્દ્ર મોદી માત્ર પોતાના બે-ત્રણ લોકો માટે કામ કરી રહ્યા છે જેમણે તે આખુ હિન્દુસ્તાન પકડાવી રહ્યાં છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી કૃષિ કાયદા વિરૂદ્ધ મેમોરેન્ડમ સોપ્યુ હતું. આ પહેલા પણ રાહુલ ગાંધી વિપક્ષના નેતાઓ સાથે મળીને રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી ચુક્યા છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે, દેશનો ખેડૂત ત્યાર સુધી પાછળ નહી હટે જ્યાર સુધી ત્રણ કૃષિ કાયદા પરત નહી થાય. આજે ખેડૂતોને ખબર છે કે આ કાયદો તેમની માટે નથી, તેવામાં કોંગ્રેસ પાર્ટી ખેડૂતોની લડાઇમાં તેમની સાથે છે. કેન્દ્ર સરકારે તુરંત સંસદનું સત્ર બોલાવીને ત્રણ કાયદાને રદ કરવા જોઇએ.

મહત્વપૂર્ણ છે કે એક તરફ રાહુલ ગાંધીએ ગુરૂવારે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી. બીજી તરફ રાષ્ટ્રપતિ ભવન સુધી રેલી કાઢી રહેલા કોંગ્રેસના નેતાઓની અટકાયત કરવામાં આવી હતી. જેમાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પણ સામેલ હતાં. જોકે, થોડી વાર પછી તેમણે છોડી મુકવામાં આવ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published.