//

રાહુલ ગાંધીએ મુખ્ય પ્રધાન નીતિશકુમાર પર કર્યો પ્રહાર

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બિહારના વૈશાલીમાં યુવતીને જીવતી સળગાવવાના મામલાને દબાવવાને લઈને સરકાર પર પ્રહાર કર્યો છે. આ તકે કોંગી નેતાએ મંગળવારે કહ્યું કે ચૂંટણીના ફાયદા માટે સુશાસનના બનાવટી પાયાના માળખાને બચાવવા માટે અમાનવીય પગલુ વધારે મોટું ગુનાહિત અને ખતરનાક પ્રવૃત્તિ છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે આ ઘટના બિહાર વિધાનસભાની ચૂંટણી દરમિયાન થઈ હતી અને રાજ્ય સરકારે સુશાસનના જૂઠ્ઠા પ્રચાર પર પડદો નાંખવા માટે અને મતદાતાઓને ગુમરાહ કરવા માટે ખતરનાક પગલુ ભર્યું છે.

રાહુલ ગાંધીએ ટ્વીટ કરી કહ્યું કે,‘કોનો ગુનો વધારે ખતરનાક છે. જેમણે અમાનવીય કર્મ કર્યુ કે જેને ચૂંટણીના ફાયદા માટે તેને છુપાવ્યો. જેથી આ કુશાસન પર જૂઠ્ઠા સુશાસનનો પાયો મુકી શકાય?’ કોંગ્રેસ નેતાએ આ ટ્વીટ સાથે બિહારના હાજીપુર ડેટ લાઈનમાં છપાયેલા એક સમાચારને પોસ્ટ કર્યા છે. જેમાં કહ્યું છે કે રાજ્ય વિધાનસભા ચૂંટણીનો માહોલ ખરાબ ન થાય એટલા માટે પોલીસે યુવતીને જીવતી સળગાવવાનો મામલો દબાવી દીધો હતો.

Leave a Reply

Your email address will not be published.