/

રાહુલ ગાંધીએ દેશની ચિંતા વ્યકત કરી, કહ્યું લોકડાઉન ગરીબોના વિનાશની આશંકા દર્શાવે છે

ભારતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે કોરોના વાયરસના કારણે દેશમાં 17થી વધુ લોકોનું મૃત્યું નિપજ્યું છે. ત્યારે અત્યાર સુધીમાં દેશમાં કોરોનાના 700થી વધુ કેસ નોંધાયા છે. જે દરમિયાન કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ લોકડાઉનને કારણે લોકોને પડી રહેલી મુશ્કેલીઓ અંગે કેન્દ્ર સરકારને રજુઆત કરી છે. તો તેમણે સંકટ સમયે લોકોને દયા બતાવવા પણ અપીલ કરી છે. ભરતમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે દિનપ્રતિદિન કોરોનાથી સંક્રમિત નવા કેસ ઝડપથી સામે આવી રહ્યા છે. દરમિયાન દેશમાં લોકડાઉનની પરિસ્થિતિના કારણે વિવિધ રાજ્યમાં લોકાનું સ્થળાંતર પણ ચાલી રહ્યું છે

. જોકે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા અનેક પેકેજોની જાહેરાત કરવામાં આવી છે જેની વિપક્ષ દ્વ્રારા પ્રંશસા પણ કરાઈ છે.. પરંતુ ફરી એક વાર કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પોતાની નિવેદનમાં કહ્યું છે કે આ સંકટને પહોંચી વળવા યોગ્ય પગલા ભરવા પડશે. સાંસદ રાહુલ ગાંધીનું કહેવું છે કે લોકડાઉન દેશના ગરિબ અને નબળા વર્ગને નષ્ટ કરશે અને તે ભારત માટે એક મોટો ઝટકો હશે. લોકડાઉનના નિર્ણયનો કાળજીપૂર્વક વિચાર કરવો પડશે. વધુમાં તેઓએ કહ્યું કે આ કટોકટી સાથે કામ કરવા માટે વધુ સૂક્ષ્મ અને કરૂણ અભિગમની જરૂર છે

રાહલુ ગાંધીનું કહેવું છે કે ભારત સ્થિતિ અન્ય દેશો કરતા વિશિષ્ટ છે જેથી સંપૂર્ણ લોકડાઉન ભારતની આર્થિક પરિસ્થિતિ પર અસરકારક રહેશે. ઉલ્લેખનીય છે કે શુક્રવારે પણ રાહુલ ગાંધીએ એક વીડિયો શેર કર્યો હતો. ચાર દિવસથી ભૂખ્યો બાળક રડી રહ્યો હતો.અને બાળકે કહ્યું કે પોલીસના કારણે તે 4 દિવસથી ભુખ્યો છે. જ્યારે તેના પિતા ખોરાક લેવા ગયા હતા ત્યારે પોલીસે તેમને માર માર્યો હતો. તે બાળક વીડિયોમાં રડતા રડતા પોતાની દયનીય વ્યથા વ્યકત કરતો હતો. લોકડાઉનના કારણે રાહુલ ગાંધીએ ગરીબોના વિનાશની આશંકા દર્શાવી છે.

સાથે જ તેમણે સમાજ, નાગરિકો અને અર્થવ્યવસ્થા પર લાગેલા વિનાશકારી પ્રભાવ પર ગંભીરતા વ્યક્ત કરી છે.તેમનું કહેવું છે કે લોકડાઉનની કાર્ય યોજના પર કાર્ય કરી રહેલા અન્ય દેશ કરતા કંઈક વિશિષ્ટ કરવાની જરૂર છે. ભારતમાં એવા લોકોની સંખ્યા વધારે છે દૈનિક મજૂરી પર પોતનું જીવન નિર્વાહ કરી રહ્યા છે.. સાથે ભારત આર્થિક કાર્યો ઉપર એકસાથે લોકડાઉન કરી શકતું નથી. સંપૂર્ણ રીતે કરાયેલું લોકડાઉન કોવિડ-19 વાયરસના કારણે થતી મોતની સંખ્યાને વધારી શકે છે. સાંસદ રાહુલ ગાંધીનું કહેવું છે કે કેન્દ્ર સરકાર દ્વારા વધારે વિસ્તૃત અને કેંન્દ્રિત દ્રષ્ટિકોણ અપનાવવામાં આવે, જેમાં દેશના નાગરિકોની વાસત્વિક જીવનની સત્યતા પર સંપૂર્ણ રીતે ધ્યાન આપવામાં આવ્યું હોય.

Leave a Reply

Your email address will not be published.