////

દિલ્હી કૂચ મામલે રાજકારણ : રાહુલ ગાંધીએ કહ્યું, સરકારે આ કાયદો પરત લેવો પડશે

સંસદના ચોમાસુ સત્રમાં પાસ કરવામાં આવેલા 3 કૃષિ કાયદાની વિરુદ્ધ પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના ખેડૂત દિલ્હી કૂચ કરી રહ્યાં છે. જગ્યાએ-જગ્યાએ તેમને રોકવા માટે ગુરૂવારથી હરિયાણા અને દિલ્હીમાં મોટી સંખ્યામાં પોલીસને તૈનાત કરવામાં આવી છે. કેટલાક સ્થળો પર ઘર્ષણ થયું. પરંતુ શુક્રવારે બપોરે આખરે કિસાનોને દિલ્હી આવવાની મંજૂરી આપવામાં આવી છે.

આ સમગ્ર ઘટનાને લઇને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક ટ્વિટ કર્યુ હતું કે, ‘પીએમે યાદ રાખવુ જોઈએ કે જ્યારે-જ્યારે અહંકાર સત્ય સામે ટકરાય છે, પરાજીત થાય છે. સત્યની લડાઈ લડી રહેલા કિસાનોને દુનિયાની કોઈ સરકાર ન રોકી શકે. મોદી સરકારે કિસાનોની માગ માનવી પડશે અને કાળા કાયદાને પરત લેવો પડશે. આ તો માત્ર શરૂઆત છે.’

મહત્વનું છે કે આ વચ્ચે દિલ્હી પોલીસે ખેડૂતોને બુરાડીના નિરંકારી ગ્રાઉન્ડમાં એકઠા થવાની મંજૂરી આપી છે. પોલીસનું કહેવું છે કે ખેડૂત અહીં એકઠા થઈ પ્રદર્શન કરી શકે છે.

જ્યારે ખેડૂતોને બોર્ડર પાર કરવાની મંજૂરી મળવાના સમાચાર આવ્યા તો ત્યાં બબાલ શરૂ થઈ ગઈ હતી. જેમાં ખેડૂતો તરફથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને બેરિકેડ તોડવામાં આવ્યા હતાં. જવાબમાં પોલીસે વોટર કેનન અને ટીયર ગેસ સેલનો ઉપયોગ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published.