////

કોરોના વેક્સિન બાદ હવે બ્લેક ફંગસની દવાની કમીને લઈને રાહુલ ગાંધીએ કેન્દ્ર પર કર્યાં પ્રહાર

દેશમાં કોરોનાના કહેર બાદ હવે મ્યુકોરમાઈકોસિસનો ખતરો વધી રહ્યો છે, ત્યારે કોરોનાની સાથે સાથે બીજી બીમારીઓને લઇને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એક વાર મોદી સરકાર પર પ્રહાર કર્યા છે. ટ્વિટરના માધ્યમથી મોદી સરકાર પર નિશાન સાધતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, મોદી સિસ્ટમના કુશાસનને કારણે માત્ર ભારતમાં કોરોનાની સાથે સાથે બ્લેક ફંગસની મહામારી છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે, વેક્સિનની કમી તો છે જ, આ નવી મહામારીની દવાની પણ ભારે કમી છે, તેમણે કહ્યું કે, તેની સાથે ઝઝુમવા માટે PM તાળી-થાળી વગાડવાની જાહેરાત કરતા જ હશે.

મહત્વપૂર્ણ છે કે, કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને આદેશ આપતા કહ્યું કે, બ્લેક ફંગસને મહામારી કાયદા હેઠળ અધિસૂચિત કરનારી બીમારીમાં સામેલ કરો અને તમામ કેસ રિપોર્ટ કરવામાં આવે.

કોરોના વાયરસની સાથે આ બીમારી પણ દેશ માટે એક મુશ્કેલી બની રહી છે. અત્યાર સુધી તેના કેટલાક રાજ્યમાં ફેલાવાની સૂચના છે. જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને દિલ્હી સહિતના રાજ્ય સામેલ છે. ફૂડ એન્ડ ડ્રગ ફાઉન્ડેશન અને એક્સપર્ટે સવાલ ઉઠાવ્યો છે કે ક્યાક અમે દૂષિત ઓક્સિજન અને ડિસ્ટિલ્ડ વોટરને કારણે નળનું પાણી તો ઉપયોગ નથી કરી રહ્યા કારણ કે તેનાથી પણ બ્લેક ફંગસનો ખતરો વધે છે.

રાજ્યમાં દેશમાં સૌથી વધુ મ્યુકોરમાઈકોસિસના દર્દી જોવા મળી રહ્યા છે. ગુજરાતમાં 2281 મ્યુકોરમાઈકોસિસના દર્દી છે. જ્યારે બીજા નંબર પર મહારાષ્ટ્ર છે. મહારાષ્ટ્રમાં આ મહામારીના 2000 દર્દી જોવા મળી રહ્યા છે. ત્રીજા નંબર પર આંધ્ર પ્રદેશ છે. આંધ્ર પ્રદેશમાં 910 મ્યુકોરમાઈકોસિસના દર્દી છે. મધ્ય પ્રદેશમાં 720, રાજસ્થાનમાં 700, કર્ણાટકમાં 500, તેલંગાણામાં 350 અને હરિયાણામાં 250 મ્યુકોરમાઈકોસિસના દર્દી છે. દેશમાં મ્યુકોરમાઈકોસિસના 8848 કેસ છે.

Leave a Reply

Your email address will not be published.