////

રાહુલ ગાંધીના PM મોદી પર ચાબખા કહ્યું- ચીને જમીન પડાવી લીધી વડાપ્રધાન કેમ કઇ બોલતા નથી, જુઓ VIDEO

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કર્યા બાદ રાહુલ ગાંધીએ પત્રકાર પરીષદને સંબોધતા કહ્યું કે, ચીને ભારતની હજારો કિલોમીટર જમીન પડાવી લીધી છે, તેમ છતાં પણ વડાપ્રધાન મોદી તેના વિશે કેમ કંઈ બોલી રહ્યાં નથી?\

રાહુલ ગાંધીએ કહ્યું કે, એક તરફ તમે સિસ્ટમને તોડી રહ્યાં છો, ખેડૂત, મજૂરને મારી રહ્યાં છો અને વિદેશી શક્તિઓ જોઈ રહી છે, તે કહી રહી છે કે, નરેન્દ્ર મોદી હિન્દુસ્તાનને કમજોર બનાવી રહ્યાં છે અને તેમના માટે સારી તક બનવા જઈ રહી છે.

રાહુલ ગાંધીએ કહ્યું, “તમારા પાસે એક અક્ષમ વ્યક્તિ છે, જે કંઈ જ સમજતો નથી અને તે માત્ર 3 અથવા 4 વ્યક્તિઓના આધાર પર આખી સિસ્ટમ ચલાવી રહ્યો છે, જે આ સિસ્ટમને સમજે છે.”

કોંગ્રેસ નેતાઓને પોલીસ કસ્ટડીમાં લેવા પર રાહુલ ગાંધીએ કહ્યું કે “હવે ભારતમાં લોકશાહી રહી નથી, તે માત્ર કલ્પનાઓમાં છે હકીકતમાં જરા પણ નથી.”

Leave a Reply

Your email address will not be published.