////

રાહુલ ગાંધીએ કૃષિ કાયદાને લઈને કેન્દ્ર સરકાર પર કર્યા આકરા પ્રહારો કહ્યું…

નવા કૃષિ કાયદાના વિરોધમાં આજે સતત 29 દિવસથી ખેડૂતો આંદોલન કરી રહ્યાં છે. ત્યારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને 2 કરોડ લોકોના હસ્તાક્ષરની કોપી સોંપવા જઈ રહેલા રાહુલ ગાંધી તેમજ અન્ય કોંગ્રેસી નેતાઓની કૂચને પોલીસ દ્વારા અટકાવી દેવામાં આવી છે. આ દરમિયાન દિલ્હી પોલીસે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા અને અન્ય કોંગ્રેસી નેતાઓને અટકાયતમાં લીધા હતા. ત્યારબાદ પોલીસ પ્રિયંકા ગાંધી સહિત અન્ય નેતાઓને એક બસમાં બેસાડીને લઈ ગઈ હતી. જો કે થોડીવારમાં જ તેમને છોડી મૂકવામાં આવ્યા હતા.

ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસના તમામ સાંસદો દિલ્હીમાં વિજય ચોકથી પગપાળા કૂચ કરતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળવા માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન દિલ્હી પોલીસે કોંગ્રેસના નેતાઓને અટકાવ્યા. ત્યારબાદ રાહુલ ગાંધી અને ફકત બે નેતાઓને મળવાની મંજૂરી મળી હતી. રાહુલ ગાંધીએ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી અને હસ્તાક્ષરની કોપી સોંપી હતી. ત્યારબાદ રાહુલ ગાંધીએ કૃષિ કાયદાને લઈને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે, અમે રાષ્ટ્રપતિને કહ્યું છે કે આ કાયદાથી ખેડૂતોને નુકસાન થવાનું છે. દેશ જોઈ રહ્યો છે કે ખેડૂતો કાયદા વિરુદ્ધ છે. હું વડાપ્રધાનને કહેવા માંગુ છું કે ખેડૂતો હટશે નહીં, જ્યાં સુધી કાયદા પાછા નહીં ખેંચાય ત્યાં સુધી કોઈ પાછા જશે નહીં. સરકાર સંસદનું જોઈન્ટ સત્ર બોલાવે અને આ કાયદાને તરત પાછા ખેંચે. રાહુલે કહ્યું કે, આજે ખેડૂતો દુખ અને દર્દમાં છે. કેટલાક ખેડૂતોના મોત પણ થયા છે.

તો કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, આ સરકાર વિરુદ્ધ કોઈ પણ પ્રકારના અસંતોષને આતંકવાદી તત્વો તરીકે વર્ગીકૃત કરાય છે. અમે ખેડૂતોના સમર્થનમાં અવાજ બુલંદ કરવા માટે આ કૂચ કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે, જવાન ખેડૂતનો પુત્ર હોય છે, જે ખેડૂતોનો અવાજ ઠુકરાવી રહ્યો છે અને પોતાની જીદ પર અડેલો છે. જ્યારે દેશનો અન્નદાતા ઠંડીમાં બહાર બેઠો છે. આ સરકારના હ્રદયમાં જવાન, ખેડૂતો માટે આદર છે કે ફક્ત પોતાની રાજનીતિ, પોતાના પૂંજીપતિ મિત્રોનો આદર છે?

મહત્વનું છે કે, કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોનું પ્રદર્શન 29માં દિવસે પણ ચાલુ છે અને ખેડૂતો સતત આ કાયદા પાછા ખેંચવાની માગણી કરી રહ્યા છે. આંદોલનકારી ખેડૂતો અને સરકાર વચ્ચે એક મત બનતો જોવા મળતો નથી. આંદોલન કરી રહેલા ખેડૂતોએ જાહેરાત કરી છે કે તેઓ સંશોધન ઈચ્છતા નથી અને કૃષિ કાયદાની વાપસી વગર ચર્ચા શક્ય નથી. છે.

Leave a Reply

Your email address will not be published.