///

રાહુલ ગાંધીએ ભારતની આર્થિક પરિસ્થિતિને લઈને મોદી પર સાધ્યું નિશાન

રાહુલ ગાંધી દ્વારા દેશની આર્થિક પરિસ્થિતિને લઈને મોદી સરકાર પર નિશાન સાધવામાં આવ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, પીએમ મોદીના કામોને કારણે ભારત ઈતિહાસમાં પ્રથમવાર મંદીમાં પહોંચી ગયું છે. તો રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને RBIનું સ્ટેટમેન્ટે શેર કર્યું છે. જેમાં કહ્યું છે કે, જુલાઇ-સપ્ટેમ્બરના ત્રિમાસિકમાં ભારતનો જીડીપી 8.6 ટકાથી નીચો રહેશે.

આ ઉપરાંત રાહુલ ગાંધીએ ટ્વીટમાં એક ખાનગી ચેનલમાં છપાયેલા અહેવાલનું કટિંગ પણ શેર કરીને કહ્યું કે, ભારત પહેલી વખત મંદીમાં પહોંચી ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કામોએ ભારતની મજબૂતીને નબળાઇમાં ફેરવી નાંખ્યું છે. નોંધનીય છે કે, આરબીઆઈએ ભારતનું જીડીપી જુલાઇ-સપ્ટેમ્બરના ત્રિમાસિકમાં 8.6 ટકા નીચે રહેશે. એટલે કોરોના વાઇરસને કારણે ઇતિહાસમાં પહેલી વાર નાણાકીય વર્ષીના શરુઆતના છ મહિનામાં સતત બે વખત નેગેટિવ ગ્રોથ રેટને કારણે ભારત મંદીના દૌરમાં છે.

જોકે નાણામંત્રી નિર્મલા સીતારમણે મંદીના અહેવાલોને નકારી કાઢ્યા હતા અને જણાવ્યું હતું કે, ભારત સતત તેજીના દૌરમાં આગળ વધી રહ્યું છે. બેન્કોની લોન આપવાની ઝડપ પણ 5.1ટકા વધી છે.

નોંધનીય છે કે, પહેલા પણ રાહુલ ગાંધી ઘણી વખત દેશના અર્થતંત્ર અંગે સરકાર પર પ્રહારો કરી ચૂક્યા છે. માર્ચમાં લોકડાઉનને કારણે એપ્રિલ-જુન ત્રિમાસિકમાં જીડીપી 23.9 ટકા નીચે જતું રહ્યું હતું. ત્યારે આરબીઆઇએ સમગ્ર નાણાવર્ષમાં ભારતની અર્થવ્યવસ્થા 9.5 ટકા પડવાનું અનુમાન કર્યું હતું. જેને પગલે રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને ઘેરી લીધી હતી. તેમણે લોકડાઉન લગાવવાના મોદી સરકારની રીત પર પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.