/

નોટબંધીના 4 વર્ષ પુર્ણ થવા પર રાહુલ ગાંધીએ મોદી સરકાર પર સાધ્યુ નિશાન

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે રવિવારે ફરી મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું, જેમાં તેઓએ ટ્વીટ કરીને મોદી સરકારની આર્થિક નીતિઓ પર પ્રહાર કર્યા હતાં, તેમણે કહ્યું હતું કે મોદી સરકારના નિર્ણયો દેશ માટે એક રાષ્ટ્રીય આપત્તિ સમાન હતાં.

બ્લેકમની વિરુદ્ધ કાર્યવાહી તરીકે જેને મોદી સરકાર એક કારગર નિર્ણય તરીકે વખાણી રહી છે, તેવા નોટબંધીના નિર્ણયને આજે ચાર વર્ષ પૂરા થયા હતાં, જેને લઈને રાહુલ ગાંધીએ આજે રવિવારે મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું એક આ કોઈ ભૂલ નહોતી, પરંતુ જાણી જોઈને કરેલું કામ હતું.

રાહુલ ગાંધીએ એક વીડિયો શેર કરીને ટ્વિટર પર લખ્યું હતું કે, નોટબંધીનો નિર્ણય એ PM મોદીનું એક જાણી જોઈને કરેલું કૃત્ય હતું, જેનાથી ‘મોદી – મિત્ર’ ઉદ્યોગપતિઓના લાખો કરોડો રૂપિયાઓની લોનને માફ કરાવી શકાય. કોઈ પણ ગેરસમજદારીમાં ન રહો, આ જાણી જોઈને કરવામાં આવ્યું હતું. આ રાષ્ટ્રીય આપત્તિના ચાર વર્ષ થવાના અવસર પર તમારો અવાજ બુલંદ કરો.

વીડિયોમાં રાહુલ ગાંધીએ કહ્યું કે આજે ભારત એક મોટુ સંકટનો સામનો કરી રહ્યું છે. કોવિડનો સમય એ સંકટ છે. સવાલ એ છે કે બાંગ્લાદેશની અર્થવ્યવસ્થા ભારતની અર્થવ્યવસ્થાની કરતાં આગળ કેવી રીતે થઈ ગઇ? એક સમય એવો હતો જ્યારે ભારતની અર્થવ્યવસ્થા વિશ્વની શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી અર્થવ્યવસ્થા હતી. સરકાર કોવિડને અર્થવ્યવસ્થાના પતનનું કારણ કહે છે, પરંતુ બાંગ્લાદેશમાં કોરોના વાયરસનો પ્રકોપ પણ છે. કોવિડ વિશ્વમાં બીજા ભાગોમાં પણ છે? તો પછી ભારત કેવી રીતે પાછળ રહી ગયું?

રાહુલ ગાંધીએ કહ્યું કે કોવિડ દેશની અર્થવ્યવસ્થાના પતન પાછળનું કારણ નથી. કારણ ડિમોનેટાઇઝેશન છે, કારણ GST છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે ચાર વર્ષ પહેલા વડાપ્રધાન મોદીએ ભારતીય અર્થવ્યવસ્થા પર હુમલો શરૂ કર્યો હતો. કુહાડીએ તમારા પગને માર્યો, ખેડુતો, મજૂરો, નાના દુકાનદારોને તેનાથી ભારે નુકસાન થયું છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે તમારી પાસેથી તમારા પૈસા છીનવીને વડાપ્રધાન મોદી તે બે-ત્રણ મિત્રોને આપવા માગે છે. નોટબંધી દરમિયાન તમે લાઇનમાં ઉભા રહ્યા, પરંતુ વડાપ્રધાન મોદીના કોઈ મોટા ઉદ્યોગપતિ મિત્રો તે લાઈનમાં નહતા. તમે તમારા પૈસા બેંકમાં મૂક્યા અને વડાપ્રધાન મોદીએ બેંકમાંથી તમારા પૈસા તેમના મિત્રોને આપ્યા. તેમણે તેનું દેવું માફ કર્યું. 3 લાખ, 50 હજાર કરોડની તેમની લોન માફ કરી.

રાહુલ ગાંધીએ કહ્યું કે વડાપ્રધાન મોદી ત્રણ નવા કાયદા લાવ્યા છે. તેમણે ખેડૂતોને ખતમ કરવા કાયદો લાવ્યો છે. ખેડૂતોના ખેતરને છીનવા માટેના કાયદા છે. ભાઈઓ અને બહેનો, આપણે બધાએ સાથે મળીને લડવું પડશે. વડાપ્રધાન મોદીએ ભારતની ગૌરવપૂર્ણ અર્થવ્યવસ્થાને નષ્ટ કરી દીધી છે. સાથે મળીને આપણે ભારતનું નિર્માણ કરવું પડશે.

Leave a Reply

Your email address will not be published.