////

રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીનો વીડિયો ટ્વિટ કર્યો, જાણો તેમા એવુ તો શું છે

કેન્દ્ર સરકાર લઇ આવેલા નવા 3 કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂત આજે હાડ કકડાવતી ઠંડીમાં પોતાનો હક માંગવા દિલ્હી બોર્ડર પર પ્રદર્શન કરી રહ્યો છે. અનેક લોકોએ તેમનું સમર્થન કર્યું છે. ત્યારે વિરોધ પક્ષ સતત આ અંગે સરકાર પર પ્રહાર કરી રહી છે. રાહુલ ગાંધીએ વધુ એક ટ્વિટ કર્યુ છે. એક વીડ્યો શેર કર્યો છે. જેમાં વડાપ્રધાન મોદીએ આપેલું ભાષણ છે અને સવાલ પૂછ્યો છે કે શું ખેડૂતોની આવક બેગણી થઈ?

રાહુલ ગાંધીએ વધુ એક ટ્વીટ કરતા સરકાર પર નિશાન સાધ્યો છું. જેમાં કહ્યું છે કે જુઠની, લૂંટની, સૂટ-બૂટની સરકારે કહ્યું હતું કે ખેડૂતોની આવક બમણી થશે, જો કે આવક મિત્રોની ચાર ગણી થઇ’

રાહુલ ગાંધીએ જે વીડિયો પોસ્ટ કર્યો છે તેમાં પોલીસ દ્વારા પ્રદર્શન કરી રહેલા ખેડૂતો પર થઈ રહેલું દમન જોવા મળી રહ્યું છે. ખેડૂતો પર લાઠી ચાર્જ, ટીયર ગેસનો મારો તેમજ પાણીનો મારો થઈ રહેલા વિઝ્યૂઅલ ચાલી રહેલા છે અને બેગ્રાઉન્ડમાં વડાપ્રધાન મોદીએ આપેલું ભાષણ ચાલી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું, ‘અન્નદાતા રોડ-મેદાનમાં ધરણા કરી રહ્યાં છે અને ‘જુઠ’ ટીવી પર ભાષણ! ખેડૂતની મહેનતનું આપણા બધા પર દેણું છે. આ દેણુ તેમને ન્યાય અને હક્ક આપીને જ ઉતરશે, ન કે તેને ધુત્કારીને, લાકડીઓ મારીને અને આંસૂ ગેસ ચલાવીને. જાગો, અંહકારી ખુરશીથી ઉતરીને વિચારો અને ખેડૂતોને અધિકાર આપો’

આ પહેલા પણ રાહુલ ગાંધીએ ખેડૂતોના પ્રદર્શનનું સમર્થન કરતા ટ્વિટમાં લખ્યું, ‘મોદી સરકારે ખેડૂતો પર અત્યાચાર કર્યાં. પહેલા કાળા કાયદો લાવ્યા પછી લાકડી ચલાવી. જ્યારે આપણા અન્નદાતા ખેડૂત પોતાનો અવાજ ઉઠાવે છે તો આ અવાજ પુરા દેશમાં સંભળાય છે.

Leave a Reply

Your email address will not be published.