///

દેશમાં બનેલી હિંસાની ઘટનાને ડામવા રાહુલ ગાંધી ગુજરાતથી સંદેશ આપશે.

રાજનૈતિક પાર્ટી કોંગ્રેસ ફરીથી પોતાની સત્તા હાંસિલ કરવા માટે તૈયારીઓ કરી રહી છે. હવે કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે આવી શકે છે. દેશમાં ઘણા સમયથી દિલ્હીનાં શાહીનબાગમાં હિંસાઓ થઇ છે. જેમાં કેટલાક નિર્દોશ લોકોએ જીવ ગુમાવ્યો છે. તેમજ આખા દેશની વાત કરીએ તો હિંસાની ઘટનાઓ રોજ સામે આવે છે. જેને ડામવા માટે અને દેશમાં શાંતિ જાળવવા માટે કોંગ્રેસે દાંડીયાત્રાનું આયોજન કર્યુ છે. જેને પગલે દિવ્હી ખાતે કોંગ્રેસનાં નેતાઓની બેઠક મળી હતી. દેશમાં બનતી હિંસાઓની ઘટનાઓ સામે કોંગ્રેસ અહિંસામાં માનતા આપણા રાષ્ટ્રપિતા ગાંધીજીનો અહિંસાનો સંદેશ આપશે. રાહુલગાંધી ૧૨ માર્ચનાં રોજ દાંડી યાત્રા યોજી શકે છે. કોંગ્રેસનાં ઇતિહાસમાં સૌથી મોટી દાંડીયાત્રા યોજવાનું આયોજન થયુ છે. ગાંધીજીનો અહિંસાનો સંદેશ આપતી દાંડિયાત્રામાં રાહુલ ગાંધીની સાથે પ્રિયંકા વાદ્વા પણ જોડાઇ શકે તેવી શકયતાઓ સેવાઇ રહી છે. 

Leave a Reply

Your email address will not be published.