//

કોરોના સામે રેલ્વે વિભાગ થયું સજ્જ, બોગીમાં આઈસોલેશન વોર્ડની તૈયારી કરાઈ

કોરોના વાયરસની મહામારીને રોકવા અને કોરોનાના દર્દીઓની સારવાર માટે રેલ્વે બોગીઓને આઈસોલેશન વોર્ડમાં પરિવર્તિત કરવામાં આવી છે.તો અમદાવાદના કાંકરિયા યાર્ડની ટ્રેનમાં આઈસોલેશન વોર્ડ ઉભા કરાયા છે. ટ્રેનમાં ઉભા કરાયેલા દરેક વોર્ડમાં એક પથારીની વ્યવસ્થા કરવામાં આવી છે.. તો રેલ્વેની પ્રથમ બોગીવના પ્રથમ કમ્પાર્ટમેન્ટમાં પેરામેડિકલ સ્ટાફ અને ત્યાર બાદના કમ્પાર્ટમેન્ટમાં દર્દીના બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. તો ડોકટરોના દિશા નિર્દેશ મજબ રેલ્વે બોગીને આઈસોલેશન વોર્ડમાં પરિવર્તિત કરવામાં આવી છે. કમ્પાર્ટમેન્ટમાં એક કોચ તરફ બાથરૂમ અને બીજી તરફ ટોયલેટ વ્યવસ્થા કરાઈ છે. તો સ્ટેટ ઓથિરીટીના આદેશ મુજબ જ્યાં જરૂર પડશે તે વિસ્તારમાં કોરન્ટાઈન માટે રેલ્વે બોગી મોકલવામાં આવશે. તો આઈસોલેશન માટે રેલ્વેની 25 બોગીઓ તૈયાર કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published.