////

ગુજરાતમાં આગામી બે દિવસ હળવા વરસાદની આગાહી

અમદાવાદ, આણંદ,બનાસકાંઠા,ભાવનગર,ગીર સોમનાથ અને રાજકોટમાં હળવો વરસાદ પડશે

Rain forecast for next two days in Gujarat

રાજયમાં ચોમાસુ વિદાય લઈ રહ્યું છે. જો કે, હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર વરસાદની આગાહી આપી છે. જેમાં આગામી બે દિવસમાં રાજયના ઘણી શહેરોમાં વરસાદી માહોલ જોવા મળશે.

હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે, ગુજરાતમાં આગામી બે દિવસમાં અમદાવાદ, આણંદ,બનાસકાંઠા,ભાવનગર,ગીર સોમનાથ અને રાજકોટમાં હળવો વરસાદ પડી શકે છે. તો બીજી બાજુ દક્ષિણ ગુજરાતમાં છુટોછવાયો વરસાદ પડવાની શક્યતા છે.

ફરી એકવાર બંગાળની ખાડીમાં ‘જવાદ’ વાવાઝોડું ઉભું થઈ રહ્યું છે. જેની અસર ઓડિશા,આંધ્ર પ્રદેશ,છત્તીસગઢ,મધ્ય પ્રદેશ,ઉત્તર પ્રદેશ,મહારાષ્ટ્રમાં જોવા મળશે. જો કે, આ વાવાઝોડાની અસર દિલ્હીમાં પણ જોવા મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published.