////

રાજ કુંદ્રાએ પત્ની શિલ્પા શેટ્ટીને ડાયમંડ રિંગથી લઈને એકથી એક મોંઘી ગિફ્ટ આપી

બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની સોમવારે સાંજે ધરપકડ કરવામાં આવી હતી. રાજ કુંદ્રા પર પોર્ન ફિલ્મ બનાવવાનો અને કેટલીક એપ્સ પર અપલોડ કરવાનો આરોપ છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. ત્યારે મહત્વનું છે કે, રાજ કુંદ્રા તેની પત્ની અને બોલિવુડની એક્ટ્રેસ શિલ્પા પર પાણીની જેમ પૈસા ખર્ચ કરે છે. રાજ કુંદ્રા શિલ્પાને ઘણી મોંઘી ગિફ્ટ આપી છે. ત્યારે કોસ્મોપોલિટનમાં છપાયેલા એક રિપોર્ટ અનુસાર, જાણો 5 સૌથી મોંઘી ગિફ્ટ અંગે.

રાજ કુંદ્રાએ શિલ્પા શેટ્ટીને એનિવર્સરી પર ખૂબ જ મોંઘીદાટ ગિફ્ટ આપી હતી. જેમાં રાજ કુંદ્રાએ શિલ્પાને દુબઈના બુર્જ ખલીફામાં એક એપાર્ટમેન્ટ આપ્યું હતું. ઘણા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે, ત્યારબાદ શિલ્પાએ આ એપાર્ટમેન્ટ વેચી દીધું હતું.

આ ઉપરાંત રાજ કુંદ્રાએ પત્ની શિલ્પા શેટ્ટી માટે બીજી મોંઘી પ્રોપર્ટી ખરીદી હતી. જેમાં તેણે યુકેમાં ‘રાજ મહેલ’ નામનો એક લક્ઝુરિયસ 7 બેડરૂમ વિલા ખરીદ્યો હતો.

જોકે શિલ્પા શેટ્ટીનું એક સ્વપ્ન હતું, જે રાજે પૂર્ણ કર્યું હતું. તે મુંબઈમાં સી-ફેસિંગ વિલા ઇચ્છતી હતી અને પતિ રાજ કુંદ્રાએ તેની આ ઇચ્છા પણ પૂર્ણ કરી. ત્યારે બંનેના પરિવારજનો પોતાનો મોટાભાગનો સમય આ મકાનમાં વિતાવે છે. તેમના સી-ફેસિંગ વિલાનું નામ છે ‘Kinara’.

એટલું જ નહીં, રાજ કુંદ્રાએ શિલ્પા શેટ્ટીને એક મોંઘી કાર પણ ગિફ્ટ કરી છે. આમાં BMW Z4 નો પણ સમાવેશ છે. ગત વર્ષે આ ગાડીને તેણે પોતાની મોંઘી કારની લિસ્ટમાં શામેલ કરી છે. આ મોંઘી કારોમાંથી એક Lamborghini પણ છે.

અત્રે નોંધનીય છે કે, શિલ્પા શેટ્ટી ઘણીવાર તેની ડાયમંડ રિંગ ફ્લોન્ટ કરતી હોય છે. ત્યારે આ રિંગ શિલ્પા શેટ્ટીને કોઈ બીજાએ નહીં પરંતુ તેના પતિ રાજ કુંદ્રાએ પહેરાવી હતી. 20 કેરેટની આ રિંગની કિંમત લગભગ ત્રણ કરોડની આસપાસ છે.

Leave a Reply

Your email address will not be published.