////

પોર્ન ફિલ્મોથી થતી રાજ કુંદ્રાની રોજની કમાણી જાણી તમારી આંખો થઇ જશે ચાર

સોફ્ટ પોર્નોગ્રાફી કેસમાં ધરપકડ કરાયેલા બિઝનેસમેન રાજ કુંદ્રાને કોર્ટે 23 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે. આ બધા વચ્ચે મુંબઈ પોલીસની તપાસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં બેંક ડિટેલથી ખબર પડી છે કે HotHit ડિજિટલ પ્લેટફોર્મ પર પોર્ન વીડિયો અપલોડ કરીને આરોપી એક દિવસમાં લાખોની કમાણી કરતા હતા.

આ મામલે કેટલીક બેંક ડિટેલ્સ પણ મળી છે જે દર્શાવે છે કે એક દિવસમાં HotHit ડિજિટલ પ્લેટફોર્મથી આરોપીઓ લાખો રૂપિયા કમાતા હતા. બેંક ડિટેલથી ખબર પડે છે કે, HotHit થી અત્યાર સુધીમાં લાખો રૂપિયા ટ્રાન્સફર કરાયા છે.

આ મામલે મુંબઈ પોલીસે રોવા ઉર્ફે યાસ્મીન ખાનની ધરપકડ કરી છે. HotHit ની જેમ જ પોલીસ HotShots ની કમાણીની ડિટેલ્સ ઉપર પણ તપાસ કરી રહી છે.

મુંબઈ પોલીસના જોઈન્ટ સીપી મિલિન્દ ભ્રામ્બેએ કહ્યું કે, મુંબઈ પોલીસે રાજ કુંદ્રાની ધરપકડ મામલે પકડાયેલા તમામ આરોપીઓના અલગ અલગ બેંક ખાતામાં જમા લગભગ 7.5 કરોડ રૂપિયા ફ્રિઝ કર્યા છે.

ધરપકડ બાદ મુંબઈ પોલીસે 20 જુલાઈના રોજ રાજ કુંદ્રાને કોર્ટમાં હાજર કર્યો. જ્યાંથી તેને 23 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દેવાયો. રાજ કુંદ્રાએ કોર્ટમાં કહ્યું કે, મે કંપની 25000 ડોલરમાં વેચી દીધી હતી અને મારી તેમા કોઈ ભાગીદારી હતી નહીં.

જો કે પોલીસે કહ્યું કે, જો રાજ કુંદ્રાએ પોતાની કંપની 25000 ડોલરમાં પ્રદીપ બક્ષીને વેચી દીધી હતી તો પછી કંપનીના વોટ્સએપ ગ્રુપ ‘H Accounts’ માં તેઓ એક્ટિવ કેમ હતા. તે દરેક સ્ટ્રેટેજી બનાવવામાં કેમ સામેલ હતા? વોટ્સએપ ચેટ્સ દર્શાવે છે કે રાજ કુંદ્રા દરેક નિર્ણયમાં સામેલ હતો.

રાજ કુન્દ્રાની ધરપકડ બાદ તેની વ્હોટ્સએપ ચેટ સામે આવી હતી. જેનાથી એ ખુલાસો થયો કે રાજ કુન્દ્રાએ પોર્ન ફિલ્મના વેપાર થકી મસમોટી કમાણી કરી છે. ચેટ અનુસાર કુન્દ્રા એપ લાઈવ શોના માધ્યમથી રોજ 1.85 લાખ રૂપિયાની અને ફિલ્મો દ્વારા રોજ 4.53 લાખ રૂપિયા કમાતો હતો. તેની હોટશોટ એપ્લિકેશન પર આવા વીસ લાખ ગ્રાહક હતા. હાલ તો શિલ્પા શેટ્ટીની પણ આ સમગ્ર કાંડ અંગે પૂછતાછની શક્યતા દેખાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published.