/

Breaking News : ધારાસભ્ય તૂટવાના શરુ ? ક્યાં કોંગ્રેસી ધારાસભ્ય છેલ્લી ઘડી ન બેઠા પ્લેનમાં ?

રાજ્યસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસના ધારાસભ્યોને રાજસ્થાન એરલિફ્ટ કરાયા છે ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા ગેરહાજર રહ્યા છે જયપુર જવાની તૈયારી દર્શાવ્યા બાદ ગેરહાજર રહેતા અનેક તર્ક વિતર્ક લાગી રહ્યા છે. છેલ્લી ઘડીએ માંદગીનું કારણ દર્શાવી ગેરહાજર રહેતા સવાલો પણ કેમ ન થાય,14 ધારાસભ્યોમાં પ્રદ્યુમનસિંહ જાડેજા જોડાવાના હતા પણ ના જોડાયા.

પ્રદ્યુમનસિંહ જાડેજા સોમવારે અન્ય ધારાસભ્યો સાથે જોડાશે તેવું હાલ કોંગ્રેસના નેતાઓ આશ્વાસન આપી રહ્યા છે ઉલ્લેખનીય છે કે જાડેજા અગાઉ જાહેર મંચ પરથી ભાજપના વખાણ પણ કરી ચુક્યા છે.

Leave a Reply

Your email address will not be published.