////

આ રાજ્યમાં બ્લેક ફંગસને મહામારી જાહેર કરાઈ

દેશમાં કોરોનાના સંકટ વચ્ચે મ્યુકરમાઇકોસિસનના કેસ વધી રહ્યાં છે, ત્યારે રાજસ્થાન સરકારે કોરોના વાયરસ સંક્રમણથી સ્વસ્થ થઈ રહેલા દર્દીઓમાં સામે આવી રહેલા મ્યુકરમાઇકોસિસ રોગને બુધવારે મહામારી જાહેર કરી છે. રાજ્યના ચિકિત્સા તથા સ્વાસ્થ્ય વિભાગે આ વિશે નોટિફિકેશન જારી કર્યું છે.

મુખ્ય સચિવ સ્વાસ્થ્ય અખિલ અરોરા દ્વારા જારી નોટિફિકેશન પ્રમાણે કોરોના વાયરસના પ્રભાવને કારણે મ્યુકરમાઇકોસિસ (બ્લેક ફંગસ)ના દર્દીઓની સંખ્યામાં સતત વધારો, બ્લેક ફંગસના કોરોના વાયરસ સંક્રમણના દુષ્પ્રભાવના રૂપમાં સામે આવવા, કોવિડ-19 તથા બ્લેક ફંગસની એકસાથે સારી સારવારને ધ્યાનમાં રાખી આ પગલું ભરવામાં આવ્યું છે.

રાજસ્થાન મહામારી અધિનિયમ 2020ની ધારા 3 ની સહપિતિત ધારા 4 ની અંતર્ગત મ્યુકરમાઇકોસિસ (બ્લેક ફંગસ)ને રાજ્યમાં રોગચાળા અને સૂચક રોગોમાં સૂચિત કરવામાં આવી છે.

મહત્વનું છે કે, મુખ્યમંત્રી અશોક ગેહલોતે થોડા દિવસ પહેલા રાજસ્થાન સહિત દેશના વિવિધ રાજ્યોમાં કોરોના સંક્રમણથી સ્વસ્થ થઈ ચુકેલા દર્દીઓમાં મ્યુકરમાઇકોસિસ બીમારી સામે આવવા પર ચિંતા વ્યક્ત કરી હતી.

નિષ્ણાંતો અનુસાર આ બીમારી કોરોના વાયરસથી સાજા થયેલા ડાયાબિટિસના દર્દીઓમાં વધુ થઈ રહી છે. આ બીમારીમાં પીડિતની આંખની રોશની જવાની સાથે જડબાને કાઢવાની નોબત આવી રહી છે.

રાજસ્થાનમાં આશરે 100 દર્દીઓ બ્લેક ફંગસથી પ્રભાવિત છે. તેની સારવાર માટે સવાઈ માનસિંહ હોસ્પિટલ જયપુરમાં અલગથી વોર્ડ બનાવવામાં આવ્યો છે, જ્યાં પ્રોટોકોલ અનુસાર સારવાર થઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published.