///

ગુજરાતીઓ હવે જો આ પડોશી રાજયમાં 31stની ઉજવણી કરવાનું વિચારતા હોય તો ચેતી જજો, કારણ કે…

રાજસ્થાનમાં કોરોના મહામારીને ધ્યાનમાં રાખતા 31 ડિસેમ્બર રાત્રે 8 કલાકથી 1 જાન્યુઆરી સવાર સુધી કરફ્યૂ લાદવાનો નિર્ણય લીધો છે. આ તકે ઉદયપુર-જોધપુર સહિતના શહેરોમાં 31stની ઉજવણી કરતા લોકોને હવે મોટો ફટકો પડ્યો છે. રાજસ્થાનની ગહેલોત સરકારે કોરોના સંક્રમણમાં લોકોની ભીડ એકઠી ન થાય તે માટે આ મહત્વનો નિર્ણય કર્યો છે. આ વર્ષે લોકોને ઘરમાં રહીને જ નવા વર્ષની ઉજવણી કરવી પડશે.

કોરોના મહામારીના ખતરાને ધ્યાનમાં રાખતા રાજસ્થાન સરકારે 31 ડિસેમ્બરે યોજાનારા કાર્યક્રમો પર રોક લગાવી દીધી છે. સરકારે 12 જિલ્લામાં 31 ડિસેમ્બરની રાત્રીના આઠ કલાકથી 1 જાન્યુઆરી સવારે 6 કલાક સુધી રાત્રિ કરફ્યૂની જાહેરાત કરી છે.

આ કરફ્યૂ જયપુર, જોધપુર, કોટા, ઉદયપુર, અજમેર, બીકાનેર, ભીલવાડા, નાગૌર, પાલી, ટોંક, સીકર અને શ્રીગંગાનગરમાં લાગુ કરવામાં આવ્યુ છે. આ શહેરો સાથે જ નગર પાલિકા વિસ્તારમાં નવા વર્ષની પૂર્વ સંધ્યાએ આયોજિત થતા કાર્યક્રમો પર પણ રોક લાગેલી રહેશે. જયપુર, જોધપુર, અજમેર, ઉદયપુર અને બીકાનેરમાં મોટી સંખ્યામાં દેશના વિવિધ ભાગમાંથી પ્રવાસીઓ નવુ વર્ષ મનાવવા માટે આવે છે. આ વખતે હોટલોની બુકિંગ પણ થઇ ગઇ છે. જોકે, સરકારના નવા આદેશ બાદ હોટલમાં બુકિંગ રદ થઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published.