///

અભિનેતા રજનીકાંતને હૈદરાબાદની હોસ્પિટલમાં કરાયા દાખલ

રજનીકાંતની તબિયત નાદુરસ્ત છે અને તેમને હૈદરાબાદની એપોલો હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે. રજનીકાંત તેમની ફિલ્મનાં શૂટિંગ માટે હૈદરાબાદ ખાતે હતાં. ત્યારે તેની ફિલ્મનાં આઠ ક્રુ મેમ્બર્સને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

તેઓ છેલ્લાં 10 દિવસથી હૈદરાબાદમાં હતાં. જોકે તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. પણ તેમને બ્લડપ્રેશરમાં વારંવાર બદલાવ આવ્યો છે. તેમનાં સારવારમાં માલૂમ પડ્યું કે તેમને બ્લડ પ્રેશરમાં ઉતાર ચઢાવ ઉપરાંત તેમને ગભરામણની તકલીફ છે. આ સીવાય તેમને અન્ય કોઇ જ તકલીફ નથી. હૈદરાબાદની એપોલો હોસ્પિટલ દ્વારા આ સ્ટેટમેન્ટ જાહેર કરવામાં આવ્યું છે.

રજનીકાંત હાલમાં જ 12 ડિસેમ્બરનાં રોજ 70 વર્ષનાં થયા છે. તેઓ હાલમાં તેમની અપકમિંગ ફિલ્મ ‘અનાથે’ Annaattheનાં શૂટિંગ માટે હૈદરાબાદ ખાતે 14 ડિસેમ્બરથી હતાં. પણ ફિલ્મનાં આઠ ક્રૂ મેમ્બર્સનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ફિલ્મનું શૂટિંગ અટકાવી દેવામાં આવ્યું હતું અને તમામ ટીમનો કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જેમાં રજનીકાંતનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જોકે તેમણે પોતાને ક્વૉરન્ટિન કરી લીધા હતાં અને તેઓ અંડર ઓબ્ઝર્વેશન હતાં.

Leave a Reply

Your email address will not be published.