અમદાવાદમાં આજે કોંગ્રેસ પ્રદેશે સંવિધાન બચાવો, દેશ બચાવોની પદયાત્રા રેલી યોજી હતી. જેમાં કોંગ્રેસના મોટા ગજાનાં નેતાઓ હાજર રહ્યા હતાં. જેમાં રાજીવ સાતવે અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ગુજરાત મુલાકાતે આવવાના છે તેને લઇને નિવેદન આપ્યુ હતું.

જેમાં કોંગેસના પ્રભારી રાજીવ સાતવે જણાવ્યુ કે, હાલ ટ્રમ્પ અમદાવાદ આવી રહ્યા છે. તે સારી બાબત છે. ટ્રમ્પ એક દિવસ નહીં પરંતુ ૩-૪ દિવસ રોકાઇને અમદાવાદની હકીકત જાણવી જોઇએ કે અમદાવાદમાં કેટલો વિકાસ થયો છે. તેમની મુલાકાત પહેલા દુકાનોને સિલ મારી દેવી, ઝૂંપડપટ્ટીઓ આગળ દીવાલ ચણી દીધી એ જ વાતો સાબિત કરે છે કે, કેટલો વિકાસ થયો છે.
રાજીવ સાતવે ગુજરાતમાં ચાલી રહેલા અનામત આંદોલન વિશે જણાવ્યુ કે, ભાજપની આરક્ષણ નીતી સામે સુપ્રિમ કોટે આદેશ આપ્યો હતો કે, ભાજપ દ્વારા ખોટી અમલવારી કરવામાં આવી છે. ગુજરાતનાં જિલ્લાભરમાં કોંગ્રેસ દ્વારા આંદોલનો કરવામાં આવશે.રાજીવ સાતવે રાહુલગાંધી ભાજપની સામે વિરોધ કરવા ગુજરાત પ્રવાસે આગામી સમયમાં આવવાનાં છે. તેવુ પણ જણાવ્યુ હતું.