////

મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા રાજકોટ ભાજપે સંગઠનનું માળખું જાહેર કર્યુ

રાજ્યમાં આગામી દિવસોમા વિવિધ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવવાની છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકાનો પણ સમાવેશ થાય છે. ત્યારે રાજકોટમાં મહાનગરપાલિકાની ચૂંટણી પહેલાં શહેર પ્રમુખ કમલેશ મીરાણીએ રાજકોટ શહેર ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર કર્યું છે. જેમાં ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી, કોષાધ્યક્ષ, કાર્યાલય મંત્રીના નામોની જાહેરાત કરવામાં આવી છે.

શહેર પ્રમુખ કમલેશ મિરાણીએ 8 ઉપપ્રમુખો, 3 મહામંત્રી, 8 મંત્રી, 1 કોષાધ્યક્ષ, 1 કાર્યાલય મંત્રી તેમ મળી કુલ 22 નામોની યાદી જાહેર કરી છે. મુખ્યત્વે અગાઉ જાહેર કરેલા ચહેરાને જ ફરી સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે શહેર ભાજપ પ્રમુખ તરીકે અગાઉ જ સી.આર પાટીલે કમલેશ મિરાણીને ફરી રિપીટ કર્યા હતાં. ત્યારે આજે મંગળવારે શહેર ભાજપ પ્રમુખ દ્વારા રાજકોટ શહેર ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર કરવામાં આવ્યું છે.

રાજ્યની 6 મહાનગરપાલિકાની ચૂંટણીઓ આગામી દિવસોમાં યોજાવવાની છે. ત્યારે મનપાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આજે મંગળવારે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી દ્વારા ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે આગામી દિવસોમાં મનપાની ચૂંટણી પ્રચાર પણ શરૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું હોમટાઉન છે. ત્યારે ચૂંટણીમાં ભાજપ દ્વારા અત્યારથી જ ચૂંટણી માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.