/

સાબરમતી અને લાજપોર જૈલ બાદ રાજકોટ મધ્યસ્થ જૈલમાં પણ મળી રહશે ઘર જેવી જ સવલતો !!

રાજકોટની મધ્યસ્થ જેલ અવારનવાર કોઈના કોઈ કારણોસર વિવાદમાં આવતી હોય છે તાજેતરમાં જ રાજકોટની મધ્યસ્થ જેલમાં હત્યાના આરોપી દ્વારા વ્યાજની પઠાણી ઉઘરાણી મોબાઇલ ફોન દ્વારા કરવામાં આવતી હોવાની ફરિયાદ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવા પામી છે.

ગત રાત્રે પણ રાજકોટની મધ્યસ્થ જેલમાંથી પ્રતિબંધિત વસ્તુઓ ઝડપાયા નો બનાવ સામે આવ્યો છે શહેરના પ્રદ્યુમન નગર પોલીસ માં નોંધાયેલી ફરિયાદ મુજબ ગતરાત્રે જેલના કમ્પાઉન્ડમાં જેલ સહાયક તરીકે ફરજ બજાવતાં હરપાલ સિંહ સોલંકી જેલની અંદર રાઉન્ડમાં હતા ત્યારે સેલોટેપ પટેલા દડાનું આવ્યો હતો જે દડો તેમને કબજે કરી અન્ય અધિકારી બળદેવ રાવળ ને સોંપ્યો હતો જે બાદ સવારે જેલ ખોલવાના સમયે દડો તેમણે જેલર સમક્ષ રજુ કરતા દડો ખોલવામાં આવ્યો હતો જે દડો ખોલતા અંદરથી સેમસંગ કંપનીનો slim mobile તેમજ અન્ય કંપનીનો એક મોબાઇલ તો સાથે જ બે ચાર્જર તેમજ તમાકુ નો જથ્થો નીકળ્યો હતો.

સમગ્ર મામલે જેલના અધિકારી દ્વારા પ્રતિબંધિત વસ્તુ કબજે કરી એફએસએલમાં મોકલી આપવામાં આવી છે તો સાથોસાથ રાજકોટ શહેરના પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો સામે ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે આ એક જ મહિનામાં રાજકોટ મધ્યસ્થ જેલમાંથી ત્રણ વખત પ્રતિબંધિત વસ્તુઓ ઝડપાય છે જે બાબત ના અલગ અલગ એમ કરી કુલ ત્રણ જેટલા ગુના પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનમાં નોંધાવા પામ્યા છે. તો સાથે જ બે દિવસ પૂર્વે શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જેલમાં રહેલા હત્યાના આરોપી રિયાઝ દલ દ્વારા જેલમાં બેઠા બેઠા ફોન દ્વારા પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હોવાની ફરિયાદ પણ નોંધાવવામાં પામી છે.

Leave a Reply

Your email address will not be published.