//

કોરોનાને લઇ રાજકોટ શહેર કેટલું સતર્ક અને શું કહ્યું રાજકોટના પોલીસ કમિશ્નરે

ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસનો પ્રથમ કેસ રાજકોટની અંદર નોંધાયો છે. ત્યારે રાજકોટ પોલીસ વિભાગ વહીવટી તંત્ર વધુ સતર્ક બન્યું છે. ત્યારે રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા જુદા જુદા જાહેરનામાં બહાર પાડવામાં આવ્યા છે. શહેરમાં સભા સરઘસ મેળાવડા પર પાબંધી લાદી દેવામાં આવી છે. તો સાથોસાથ રાજકોટ શહેર ની હદમાં આવતા તમામ જાહેર સ્થળો લોકો માટે બંધ કરવામાં આવ્યા છે. તેમજ શહેરની હદમાં આવતા ધાર્મિક સંસ્થાનો એ સ્વયંભૂ ૨૯ માર્ચ સુધી બંધ રાખવાની જાહેરાત કરી છે. તો બીજી તરફ રાજકોટ શહેર પોલીસ દ્વારા લોકોને પણ રજૂઆત કે ફરિયાદ માટે રૂબરૂ પોલીસ સ્ટેશનનેન આવતા ઓનલાઈન સોશિયલ મીડિયાના માધ્યમથી ફરિયાદ કે રજૂઆત કરવાની જાહેરાત કરવામાં આવી છે. રાજકોટ શહેર પોલીસ દ્વારા અરજદારનું નિવેદન વિડીયો કોન્ફરન્સ મારફતે નોંધવામાં આવશે. તો સાથોસાથ આગામી ૨૨મી માર્ચના રોજ વડાપ્રધાન દ્વારા જે જનતા કરફ્યુની જાહેરાત કરવામાં આવી છે તે જાહેરાતના સંદર્ભે લોકોને જોડાવા અપીલ પણ કરવામાં આવી છે.

તેમજ જે દિવસે કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી છે તે દિવસે લોકોના જાન, માલ દુકાન સહિતની રક્ષણની જવાબદારી પોલીસ ઉઠાવશે. રાજકોટ પોલીસ દ્વારા શહેરના તમામ રાજમાર્ગો પર તેમજ જુદી જુદી બજારોમાં ચોરી લૂંટફાટ સહિત અન્ય કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિઓન થાય તે માટે રાઉન્ડ ધી ક્લોક પોલીસ કાર્યરત રહેશે. તો સાથોસાથ લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ જરૂરી કામ કાજ વગર ઘરની બહારન નીકળે. તેમજ જે ધંધામાં ચાર કરતાં વધુ લોકો એકઠા થતા હોય જેમ કે પાનનો ગલ્લો ચાની લારી તે તમામ જગ્યાએ પોલીસ અને મહાનગર પાલિકાની ટીમ દ્વારા બંધ કરાવવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published.