////

રાજકોટ અગ્નિકાંડ : સુપ્રીમે સુઓમોટો નોંધ લીધી અને કહ્યું, આ અત્યત આઘાતજનક ઘટના છે

રાજકોટમાં આનંદ બંગલા નજીક આવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગ લાગી હતી, જેમાં 5 દર્દીના મોત થયા હતા. ત્યાકે આ બનાવની નોંધ સુપ્રીમ કોર્ટે લીધી છે. જેમાં સુપ્રીમ કોર્ટે સુઓમોટો નોંધ લીધી છે અને કહ્યું કે, આ અત્યંત આઘાતજનક ઘટના છે, જવાબદાર સામે કાર્યવાહી થવી જોઇએ.

રાજકોટ કોવિડ હોસ્પિટલમાં આગની દૂર્ઘટનામાં 5 કોરોના દર્દીઓના મોત થતા સુપ્રીમ કોર્ટે સુઓમોટો નોંધ લીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, રાજકોટ હોસ્પિટલમાં આગની દૂર્ઘટનામાં 5 કોવિડ-19 દર્દીઓના મોત આઘાતજનક છે.

સુપ્રીમ કોર્ટે દુખ વ્યક્ત કરતા કહ્યું કે, આ ઘટનાની તપાસ થાય અને તેનો અહેવાલ રજૂ કરવામાં આવે એટલા પુરતૂ મર્યાદિત ના હોવુ જોઇએ. ગુજરાત સરકારે તેનો જવાબ આપવો પડશે અને જે જવાબદાર હોય તેની સામે કાર્યવાહી પણ થવી જોઇએ.

ન્યાયાધીશ અશોક ભૂષણ, આર સુભાષ રેડ્ડી અને એમઆર શાહની ત્રણ ન્યાયાધીશોની બેંચે આ ઘટના અંગે ગુજરાત સરકાર પાસે જવાબ માંગ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સમય સમયે માર્ગદર્શિકા અને અહેવાલો હોવા છતા રાજ્યો દ્વારા તે લાગુ કરવામાં આવતા નથી અને વિદ્યુત લાઇનોનું નીરિક્ષણ નબળુ છે જે આવા અકસ્માતો તરફ દોરી જાય છે.

Leave a Reply

Your email address will not be published.