/

સીએમના હોમ ટાઉનમાં હોસ્પિટલમાં દર્દીના પાણી માટે વલખા જાણો શું છે મામલો

ગત 25 ડિસેમ્બરના રોજ રાજકોટની નવનિર્મિત સિવિલ હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય આરોગ્યમંત્રી ડોક્ટર હર્ષવર્ધનના હસ્તે સિવિલ હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. દોઢસો કરોડ રૂપિયાના ખર્ચે સિવિલ હોસ્પિટલનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું હતું. જો કે જ્યારથી સિવિલ હોસ્પિટલ બની છે ત્યારથી જ તે કોઈને કોઈ વિવાદમાં સપડાયેલી જોવા મળે છે. ત્યારે આજરોજ ફરી એક વખત રાજકોટની સુપર સ્પેશિયાલિટી સિવિલ હોસ્પિટલ વિવાદોના ઘેરામાં આવી છે.

મંગળવારના રોજ બપોરના ૧ વાગ્યા થી સુપર સ્પેશિયાલિટી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને તેમજ તેમના પરિવારજનોને પાણી ન મળતા હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે. બાથરૂમ સહિતના નળમાં પાણી ન આવતા દર્દીઓ તેમજ તેમના પરિવારજનો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે બપોરના ૧ વાગ્યા થી સિવિલ હોસ્પિટલના સત્તાધીશોને સમગ્ર મામલે ફરિયાદ કરવામાં આવી રહી છે તેમ છતાં પાણી શરૂ ન થતા આખરે દર્દીઓ તેમજ તેમના પરિવારજનોને સોશિયલ મીડિયાનો સહારો લેવાની ફરજ પડી છે.

પાણી ન મળવાના કારણે રાજકોટની સુપર સ્પેશિયાલિટી સિવિલ હોસ્પિટલમાં કયા પ્રકારની તકલીફોનો સામનો દર્દીઓ તેમજ તેમના પરિવારજનો કરી રહ્યા છે તે મામલાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published.