//

રાજકોટ: ખેરવા નજીક કારમાંથી મળી જંગી રકમ, 2 લોકોની ધરપકડ

રાજકોટ શહેરમાં આવેલા ખેરવા ગામના પાટિયા પાસે પોલીસ ચેકિંગ કરી રહી હતી. આ ચેકિંગ દરમિયાન એક કારમાંથી 1 કરોડ 73 લાખ 60 હજારની રોકડ રકમ મળી આવી છે.

આ ઘટના અંગે વધુ મળતી માહિતી પ્રમાણે કુવાડવા પોલીસ દ્વારા ખેરવા ગામના પાટિયા પાસે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કારની તપાસ દરમિયાન
1 કરોડ 73 લાખ 60 હજારની જંગી રોકડ રકમ મળી આવી છે. ત્યારે આ ઘટના મામલે કુવાડવા પોલીસ દ્વારા ઈન્કમટેક્ષ વિભાગને પણ જાણ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.