/

હદ્દ થઇ ! હવે દારૂ મામલે પણ લેવાઈ છે લાંચ

સૌરાષ્ટ્રની રાજધાની ગણાતા રાજકોટમાં ગત મોડી રાત્રે તાલુકા પોલીસ મથકના બે પોલીસ કર્મચારીઓ રોકડી કરતા ACBના હાથે રંગે હાથ ઝડપાઇ ગયા હતા. રાજકોટ માં હોળી ના તહેવાર દરમિયાન દારૂનો પોલીસ કેશ નહિ કરવા બાબતે ત્રણ પોલીસે લાંચની રકમ માંગી હતી જેમાં દારૂ લઇને જતા એક વ્યક્તિને પોલીસે પકડી પાડેલ હતો ત્યારે હોળી નો તહેવાર હોવાથી પોલીસે પાસે કેશ નહિ કરવા ની આજીજી કરી હતી.

પરંતુ પોલીસે દારૂનો કેશ થશે નહીંતર તારે નો ને 30,000 રૂપિયા આપવા પડશે તેમ જાણવી કેશ નહિ કરવાનું નક્કી કર્યું હતું. જેમાં ફરિયાદીએ ACB નો સંપર્ક કરી આરોપી પોલીસ 1 ચંદ્રરાજસિંહ જસવંતસિંહ રાણા 2 રાજવીર નાથુભા જાડેજા 3 પુષ્પરાજસિંહ મહાવીરસિંહ જાડેજા ને લાંચ ની 30,000 ની માંગ કરતા ACBએ હોળીની રાત્રે જ ઉમિયા પણ નજીક થી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Leave a Reply

Your email address will not be published.