//

રંગીલું રાજકોટ ગુનાખોરીનું હબ : 6 દિવસમાં 2 દુસ્કર્મની ઘટના

રાજકોટ શહેર અને જિલ્લામાં છેલ્લા છ દિવસની અંદર સામુહીક દુષ્કર્મની બે ઘટનાઓ સામે આવી છે રાજકોટ જિલ્લામાં નોંધાયેલી સામુહીક દુષ્કર્મની ફરિયાદ માં આરોપીઓ હજુ પણ પકડાયા નથી જોકે શહેર પોલીસમાં નોંધાવેલી સામુહીક દુષ્કર્મની ફરિયાદમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.

રાજકોટની મહિલા પોલીસ સ્ટેશનમાં સામુહીક દુષ્કર્મની ફરિયાદ નોંધાય છે. જેતપુરની પરિણીતાએ રાજકોટની મહિલા પોલીસ સ્ટેશનમાં પોતાની સાથે સામુહિક દુષ્કર્મની ઘટના ઘટી હોવાની ફરિયાદ નોંધાવી છે. મહિલાએ રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં રાજકોટના સામા કાંઠે રહેતા નટુ સોજીત્રા અને તેના બે અજાણ્યા મિત્રો સામે સામુહિક દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. પીડિતા એ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે થોડા સમય પૂર્વે તેણી એક બસમાં મુસાફરી કરતી હતી. ત્યારે તેનો એક શખ્સ સાથે પરિચય થયો હતો. જેનું નામ પૂછતાં તેને પોતાનું નામ નટુુ સોજીત્રા હોવાનું જણાવ્યું હતું. તેમજ પોતેેેે કેટર્સના ધંધા સાથે કેટરર્સના ધંધા સાથે જોડાયેલો હોવાનું પણ જણાવ્યું હતું તો સાથે જ મહિલા સાથેની વાતચીતમાં ભવિષ્યમાં કેટરસ અંગે કોઈ કામ હોય તો ફોન કરવા પણ જણાવ્યું હતું.

ત્યારે છેલ્લા કેટલાય સમયથી મહિલાને જેતપુર પંથકમાં કામ ન મળતાં તેને નટુ સોજીત્રા નો સંપર્ક કર્યો હતો જેથી તે રાજકોટ આવી પહોંચી હતી. ત્યારે નટુ સોજીત્રા ગ્રીનલેંડ ચોકડી પાસે એકટીવા લઈ તેને તેડવા આવ્યો હતો.જે બાદ સોજીત્રા મહિલાને એક ફ્લેટમાં લઈ ગયો હતો જ્યાં પહોંચી તેને પોતાના બે મિત્રો ને ફોન કર્યો હતો. બાદમાં તેના બે અજાણ્યા મિત્રો પણ ધસી આવ્યા હતા. જે બાદ દરવાજો લોક કરી નટુ સોજીત્રાએ બીભત્સ માંગણી કરી હતી. પરંતુ પ્રતિકાર કરતા ત્રણેય શખ્સોએ મહિલાને માર માર્યો હતો અને બાદમાં તેની સાથે બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. હવસખોરોના જંગલમાંથી છૂટયા બાદ મહિલાએ શહેરની સિવિલ હોસ્પિટલ ચોકમાં પહોંચી 181 નંબર પણ અભ્યમની ટીમનો સંપર્ક સાધ્યો હતો જે બાદ સભ્યોની ટીમ પીડિતાને લઈ શહેરની મહિલા પોલીસ સ્ટેશને પહોંચી હતી.

ત્યારે પોલીસે હાલ આ સમગ્ર મામલે ત્રણ જેટલા આરોપીઓની ધરપકડ કરી છે તો સાથે જ તમામ આરોપીઓને રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરવામાં આવશે તેમ જ તેમના મેડિકલ પણ કરાવવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.