//

રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં હડતાલનું રાજકારણ ; ખેડૂતો પરેશાન

રાજકોટના મચ્છરો ભાજપના સહકારી ક્ષેત્રનો જૂથવાદ બહાર લાવ્યા છે. માર્કેટિંગ યાર્ડમાં આજે વેપારીઓ અને યાર્ડના સત્તાધીશો વચ્ચે મહત્વની બેઠક નિષ્ફળ રહી હતી.કેસ પાછા નહિ ખેંચાઈ ત્યાં સુધી યાર્ડ બંધ રાખવાનું વેપારી આગેવાનોએ કહ્યું હતું. તો યાર્ડના સહકારી આગેવાનોએ સનસનીખેજ આક્ષેપો લગાવતા કહ્યું, ચૂંટણી આવે છે, ભાજપનું બીજુ જૂથ હવનમાં હાડકાં નાખી રહ્યું છે.

મચ્છરો અને ગાંડી વેલ શું કરી શકે તેનું જીવતું જાગતું ઉદાહરણ જોવા મળ્યું છે રાજકોટના યાર્ડમાં રાજકોટમાં મચ્છરોના ઉપદ્રવના કારણે .છેલ્લા પાંચ દિવસથી બેડી માર્કેટિંગ યાર્ડ બંધ છે મચ્છરોના કારણે વેપારીઓ અને મજૂરોને માર ખાવા સુધીની નોબત આવી હતી. હવે મચ્છરોએ ભાજપના બે જૂથનો, જૂથ વાદ બહાર લાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. વાત છે રાજકોટની કે જ્યાં ગુજરાતના પ્રથમ નંબરનું સહકારી માળખું જોવા મળે છે. સમગ્ર દેશમાં રાજકોટના સહકારી માળખાની નોંધ લેવાઈ રહી છે. પરંતુ છેલ્લા પાંચ દિવસથી યાર્ડના સત્તાધીશો અને વેપારી આગેવાનો આમને-સામને જોવા મળી રહ્યા છે. આજે રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે વેપારીઓ અને યાર્ડના સત્તાધીશોની મહત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી. હડતાલ સમેટાઈ તે માટે યાર્ડના સત્તાધીશો પ્રયાસ કરી રહ્યા છે. તો બીજી તરફ વેપારી આગેવાનો કહી રહ્યા છે કે પોતાના પર થયેલા ખોટા કેસ પાછા ખેંચવામાં આવે. બેઠકમાંથી વેપારી આગેવાનો બહાર નીકળી ગયા હતા. અને યાર્ડમાં સ્વયંભૂ હડતાલ યથાવત રાખવામાં આવી હતી.

શુ કહે યાર્ડના આગેવાનો

રાજકોટ માર્કેટિંગ યાર્ડ માં ભાજપના આગેવાનો પાસે સત્તા છે .ત્યારે માર્કેટીંગ યાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેન એ કહેવુ છે કે ભાજપના જ અમુક આગેવાનો વેપારીઓને પાછલા બારણે સપોર્ટ કરી રહ્યા છે.ભાજપનું જ એક જૂથ ચૂંટણી આવી રહી છે ત્યારે હવનમાં હાડકા નાખી રહ્યું છે તો બીજી તરફ વાઈસ હરદેવસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ઘર ફૂટે ઘર જાય એટલે કે સીધો ઇશારો ભાજપના જ અન્ય જૂથ પર જોવા મળતો હતો. જોકે આ મામલે બંને આગેવાનોએ હાઈ કમાન્ડ અને મુખ્યમંત્રીને રજૂઆત કરવા માટે ની તૈયારી દર્શાવી હતી. મચ્છરો લાવ્યા રાજકોટ ભાજપમાં જૂથવાદ બહાર મચ્છરોના કારણે સતત પાંચ દિવસથી બેડી માર્કેટિંગ યાર્ડ બંધ છો

જોકે આ તમામ લડાઇ વચ્ચે સૌથી વધુ પરેશાન છે સૌરાષ્ટ્રના ખેડૂતો હાલમાં ખેડૂતો ના માલ લઈ આવવાની સિઝન હોય ત્યારે જ પાંચ દિવસથી યાર્ડ બંધ રહેતા જગતનો તાત પરેશાન થયો છે.ખેડૂતોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે તૈયાર માલ હોવા છતાં માલ વેચીને પેસા મેળવી શકતા નથી.

ભાજપના બે જૂથ વચ્ચેની લડાઈમાં કોંગ્રેસને તો દોડવું હતું અને ઢાળ મળી ગયો છે ઉલ્લેખનીય છે કે રાજકોટની તમામ સહકારી સંસ્થા જિલ્લા બેંક,બેડી માર્કેટિંગ યાર્ડ,સહકારી ડેરી અને અલગ અલગ સંઘમાં ભાજપનું ક શાસન છે કોંગ્રેસ ક્યાંય ચિત્ર માં નથી ત્યારે કોંગ્રેસ ના ધારાસભ્યએ ભાજપના જૂથવાદ ચૂંટણી આવી રહી છે એટલે જોવા મળે છે તેમ જણાવ્યું હતું.આ બાબતે  મુખ્યમંત્રી વિજય મુખ્યમંત્રી વિજય રૂપાણીને રજૂઆત કરશે.

રાજ્યના મુખ્યમંત્રી ના આદેશ બાદ તાત્કાલિક ગાડી વેલ દૂર કરવાની કાર્યવાહી તો શરૂ કરવામાં આવી છે. પરંતુ વેપારીઓ પોતાની માંગ પર અડગ છે અને ત્યાં સુધી કેસ પાછો નહીં ખેંચાય ત્યાં સુધી સ્વયંભૂ માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે તો બીજી તરફ આજે ભાજપના જ બે જૂથ વચ્ચેની લડાઈ હોવાનું ખુદ ભાજપના સહકારી આગેવાનો અને યાડના સત્તાધીશોએ કબૂલાત કરી હતી જે કંઈ રાજકારણ હોય તે અને ચૂંટણીમાં જેને કોઈને પણ રસ હોય તે બાબત અલગ છે પરંતુ યાર્ડની હડતાલ ના કારણે સૌથી વધુ હાલ સૌરાષ્ટ્રના ખેડૂતો પર માઠી અસર જોવા મળી રહી છે વહેલી તકે રાજ્યના સહકારી આગેવાનોએ મધ્યસ્થી કરી બેડી માર્કેટિંગ યાર્ડ શરૂ કરવું જોઈએ

Leave a Reply

Your email address will not be published.