////

રાજકોટના મેયર બીનાબેન આચાર્યને કોવિડ હોસ્પિટલ આગની ઘટના લાગી કુદરતી

રાજકોટમાં આનંદ બંગલા નજીક આવેલી ઉદય શિવાનંદ હોસ્પિટલમાં આગ લાગી હતી. ત્યારે આ આગના પગલે 5 કોરોનાના દર્દીના મોત થયા હતા. ત્યારે રાજકોટમાં બનેલી આ ઘટના મેયર બીનાબેન આચાર્યને કુદરતી લાગી હતી.

રાજકોટમાં ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં 5 દર્દી જીવતા ભુંજાઇ ગયા છતા મેયરને આ ઘટના કુદરતી લાગી હતી. મેયર બિનાબેન આચાર્યએ કહ્યું કે, આ એક કુદરતી ઘટના છે, જેમાં એક મોટી જાનહાની ટળી છે. આ ઘટનામાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીથી લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ તેમજ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ દુખ વ્યક્ત કર્યુ હતું.

નોંધનીય છે કે, આ આગની ઘટનામાં 5 લોકોના મોત થયા છે. ત્યારે રાજકોટની હોસ્પિટલમાં આગ લાગતા મૃતક સંજય રાઠોડના બહેન સંધ્યાબહેને દુ:ખ પ્રગય કર્યું હતું અને જણાવ્યુ હતું કે, 4 લાખની સહાય તો શું 400 કરોડ રૂપિયા આપે તો પણ ભાઇની ખોટ કેવી રીતે પુરાશે.

Leave a Reply

Your email address will not be published.