////

રાજકોટવાસીઓ ચેતજો, દિવાળીને લઇ પોલીસ કમિશનરનું જાહેરનામુ

રાજ્યમાં દિવસેને દિવસે કોરોના વાઇરસના કેસ ઓછા થઇ રહ્યા છે અને મૃત્યુઆંક પણ ઘટી રહ્યો છે. આ વચ્ચે રાજ્યમાં તહેવારોની સીઝન પણ શરૂ થઇ ગઇ છે. જેમાં રાજ્યની પોલીસ કોઇ પણ બાંધછોડ કરવા માંગતી નથી. ત્યારે તહેવારો દરમિયાન કોરોના વિકરાળ સ્વરૂપ ધારણ ન કરે તેના માટે રાજકોટ પોલીસે જાહેરનામું બહાર પાડ્યુ છે. જેમાં 2 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી જાહેરમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સિવાય ચાઈનીઝ તુક્કલ ઉડાડવા ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

રાજ્ય તથા દેશમાં કોરોનાના કેમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે પણ હાલ જોખમ ઓછું થયું નથી. આ વચ્ચે રાજ્યમાં તહેવારોની સીઝન પણ શરૂ થઇ છે, જેને લઇને રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા તહેવારોને લઈને જાહેરનામું બહાર પાડ્યુ છે. દિવાળી, દેવ દિવાળીના તહેવાર અનુલક્ષીને આ જાહેરનામું તમામ લોકોને અનુસરવાનું રહેશે. જાહેરનામા પ્રમાણે 2 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી જાહેર રોડ રસ્તા પર ફટાકડા ફોડવાની મનાઈ ફરમાવવામાં આવી છે.

આ ઉપરાંત રાત્રિના 10થી સવારે 6 કલાક સુધી પણ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકાયો છે. ચાઈનીઝ તુકકલ કે ચાઈનીઝ લેન્ટર્ન વેચવા કે ઉડાડવા પર પણ પ્રતિબંધ મૂકાયો છે. આ ઉપરાંત શહેર વિસ્તારમાં આવેલા તમામ કોર્ટ કચેરી તેમજ હોસ્પિટલ નજીક ફટાકડા ફોડવા પર પ્રતિબંધ છે.

Leave a Reply

Your email address will not be published.