/

દારૂ બંધીના લિરા વચ્ચે રાજકોટ પોલીસની ડ્રાઈવ

ગુજરાતમાં દારુ બંધી છતાં દારૂની ની રેલમ છેલમ જોવા મળી રહી છે ત્યારે રાજ્યના D.G.P.ને કડક કાર્યવાહી કરવા મુખ્યમંત્રી વિજય રૂપાણી એ આદેશ આપ્યા હતા છે જેના પગલે આજથી 15 દિવસ માટે મેગા ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. ત્યારે આજ રોજ રાજકોટ શહેર ખાતે થોરાળા પોલીસ મથક વિસ્તારમાં આવેલ કુબેલિયા પરા વિસ્તારમાં દેશી દારુ ના અડા પર પોલીસે દરોડાની કામગીરી હાથ ધરી હતી. થોરાળા તેમજ ભક્તિનગર પોલીસ ની સંયુક્ત ટિમ દ્વારા એક P.I , સાત P.S.I સહિત 50 પોલીસ કર્મી દ્વારા દારુના અડા પર રેડ કરવામાં આવી હતી.. આ રેડ દરમિયાન પોલીસે દારુ ના અડા ઉપરાંત રહેણાંક વિસ્તારમાં પણ છુપાવેલ દેશી દારુ ના આથા નો નાશ કર્યો હતો. રહેણાંક મકન માં રેડ કરતા ખૂબ મોટી માત્રામાં દેશી દારુનો આથો મળી આવ્યો હતો જેને સ્થળ પર જ ઢોળી નાશ કરવામાં આવ્યો હતો જેના પગલે વરસાદી પાણી ની જેમ વિસ્તાર ના રસ્તા પર દેશી દારુ ના આથા ની નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

ઉલ્લેખનિય છે કે જ્યારે પણ ઉચ્ચ અધિકારીઓ ની સૂચના મળે બાદમાં આ રીતે દરોડા કામગીરી કરવામા આવતી હોય છે પરંતુ આ વિસ્તારમાં હર હમેશ દેશી દારુ ના અડા પોલીસ રેડ બાદ ફરી શરુ થતા જોવા મળે છે ત્યારે સવાલ છે કે શું કાયમી ધોરણે આ અડા બંધ કરવામાં પોલીસ ને સફળતા મળશે કે કેમ તે તો જોવ રહ્યું પરંતુ હાલ તો પોલીસે કુબલીયા પરા વિસ્તારની અંદર આ પ્રમાણમાં દારૂની હાટડીઓનો નાશ કર્યો છે અને રાજકોટના થોરડા પોલીસ અને ભક્તિનગર પોલીસની સંયુક્ત મેગા ડ્રાઈવમાં 5200 લિટર આથો અને 65 લિટર દેશીદારૂ કબ્જે કરાયો હતો તો પોલીસે સમગ્ર મામલે 5 શખ્સો વિરુધ્ધ પોહીબિશન નો ગુનો નોંધાયો હતો જેમાંથી ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published.