////

રાજકોટ પોલીસ ડિજિટલ ટેકેનોલોજીનો ઉપયોગ કરવામાં મોખરે

અત્યારનો સમય એ આધુનિકતા તરફ ગતિ કરવાનારો સમય છે. ત્યારે ડિજિટલ ટેક્નોલોજીના ઉપયોગથી અલગ-અલગ કાર્યો પણ હવે વધુ સરળતાથી થઈ જાય છે, જેમાં એપ્લિકેશન એ ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવી રહી છે. ત્યારે ડિજિટલ ટેકેનોલોજીનો યોગ્ય ઉપયોગ કરીને રાજકોટ પોલીસ પણ સફળતા મેળવી રહી છે.

હાલમાં જ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલના અધ્યક્ષસ્થાને એક ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કાયદો અને વ્યવસ્થા તેમજ હાલમાં જ આવા રહેલા પર્વ દિવાળીના તહેવાર અનુસંધાને તથા હાલની કોરાના વાયરસની મહામારી અને ક્રાઇમ સબંધી માર્ગદર્શન અને સૂચના આપવામાં આવી હતી.

જેમાં રાજકોટ શહેર પોલીસ અલગ-અલગ કામ માટે છ એપ્લિકેશનનો ઉપયોગ કરે છે, આ અંગે માહિતી પણ રજૂ કરવામાં હતી. એટલું જ નહીં ઓકટોબર મહિનામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર તાલુકા પોલીસ સ્ટેશન અને એ-ડિવીઝન પોલીસ સ્ટેશનને એવોર્ડ આપીને સન્માનિત પણ કરવામાં આવ્યા હતાં. રાજકોટ શહેર પોલીસ દ્રારા અલગ-અલગ એપ્લિકેશનો બનાવવામાં આવી છે.

રાજકોટ સુરક્ષા કવચ: આ એપ્લિકેશનમાં રાજકોટ શહેરના એમ.સી.આર., હિસ્ટ્રીશીટર, ટપોરી, જાણીતા જુગારી, પ્રોહિબિશન બુટલેગર, નાસતા-ફરતા આરોપીની ફોટા સહિતની માહિતી મળી શકે છે. તેમજ દરેક પોલીસ અધીકારી-કર્મચારીની ઓનલાઇન હાજરી તથા કામગીરીની માહિતી તથા એરીયા ડોમિનેશન ચૂંટણી બાબતેના રિપોર્ટ વિગેરે બાબતો આવરી લેવામાં આવેલ છે.

જેમાં સુરક્ષિતા એપ રાજકોટ શહેરમાં મહિલા સુરક્ષા માટે બનાવવામાં આવી છે. જેમાં જરૂરી માહિતી અપલોડ કરવાથી તે સહેલાઈથી કાર્યરત થઇ શકે છે અને તેના દ્વારા ભોગ બનનાર મહિલાને તાત્કાલિક પોલીસ મદદ મેળવી શકે છે.

તો રાજકોટ ઇ-કોપ એપ્લિકેશન એક સ્માર્ટ પેટ્રોલિંગ અને મોનીટરિંગ સીસ્ટમ છે. પીસીઆર પેટ્રોલિંગ, બાઇક પેટ્રોલિંગ તથા નાઇટ રાઉન્ડની પોલીસની કામગીરીમાં સીધી દેખરેખ રાખે છે. જેના કારણે નાઇટ પેટ્રોલિંગ સઘન, સુદ્રઢ અને પરીણામલક્ષી બની છે. આ એપ્લિકેશન દ્વારા ઓનલાઇન હાજરીની વિગતને પણ આવરી લેવામાં આવેલ છે. જે શહેરના તમામ પોલીસના મોબાઇલમાં એપ્લિકેશન સ્વરૂપમાં રહે છે. આ એપ્લિકેશનનો ઉપયોગ કરીને પોલીસ અધિકારી તથા કર્મચારીઓની ડ્યુટી દરમિયાનની કામગીરી ચકાસી શકાય છે.

આ ઉપરાંત પારદર્શિતા એપનો મુખ્ય ઉપયોગ રાજકોટની જનતા માટે છે. જેમાં લોકોએ પોલીસ સ્ટેશન કે શાખામાં અરજી કરેલ હોય તે અરજી કયા અધિકારી પાસે તપાસમાં છે અને તે અરજી બાબતે તપાસ કરનારે શું કાર્યવાહી કરેલ છે તેમજ એફ.આઇ.આર. દાખલ થયેલ હોય તો તેની પણ સંપૂર્ણ માહિતી તથા ચાર્જશીટની માહિતી અને તે ચાર્જશીટ કઇ કોર્ટમા જમા કરાવવામાં આવેલી છે તે તમામ પ્રકારની માહિતી અરજદાર -ફરીયાદીને તેના ઘરે બેઠા તેના મોબાઇલમાં એસ.એમ.એસ. દ્રારા પહોંચાડવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published.