//

રાજકોટ ST બસ સ્ટેન્ડમાં મિસફાયર કેશમાં PSIને હાઇકોર્ટે આપી રાહત ?

જાન્યુઆરી મહિનામાં એસટી બસ સ્ટેશનની પોલીસ ચોકીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.પી ચાવડાની સર્વિસ રિવોલ્વરમાંથી ફાયર થયેલી ગોળી તેના જ મિત્ર હિમાંશુ ગોહેલ ને વાગતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા ડીસીપી રવી મોહન સૈની સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

ઘટનાસ્થળ પરથી સબ પોલીસ ઇન્સ્પેકટર પી.પી ચાવડા ની ધરપકડ પણ કરી હતી. એ ડિવિઝન પોલીસે સબ પોલીસ ઇન્સ્પેક્ટર પી.પી ચાવડા વિરૂદ્ધ આઈપીસીની કલમ 304 અંતર્ગત ગુનો નોંધી તપાસ પણ હાથ ધરી હતી. એ ડિવિઝન પોલીસ દ્વારા સબ પોલીસ ઇન્સ્પેક્ટર ચાવડાને રિમાન્ડ અર્થે કોર્ટમાં રજુ પણ કરવામાં આવ્યા હતા કોર્ટે આરોપી પીપી ચાવડાના રિમાન્ડ મંજૂર કર્યા હતા રિમાન્ડ દરમિયાન એ ડિવિઝન પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ પણ કરવામાં આવી હતી તો સાથોસાથ તેના વિશેષ નિવેદન પણ નોંધવામાં આવ્યા હતા એ ડિવિઝન પોલીસ દ્વારા આ ગુનાના કામે એફ.એસ.એલ.ની મદદ પણ લેવામાં આવી હતી.

આરોપી પી.પી ચાવડાના રિમાન્ડ પૂર્ણ થતા પોલીસ દ્વારા તેને જેલ હવાલે કરવામાં આવ્યો હતો. ત્યારે આરોપી દ્વારા પ્રથમ નીચલી કોર્ટમાં જામીન અરજી મૂકવામાં આવી હતી. જે જામીન અરજી નામંજૂર થતા તેને પોતાના વકીલો દ્વારા હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી જે જામીન અરજી હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે.

હાઇકોર્ટમાં બચાવ પક્ષના વકીલો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, કે પી.પી.ચાવડા અને મૃતક બંને એકબીજાને ઘણા સમયથી ઓળખતા હતા બંને એકબીજાના મિત્રો હતા જે સમયે મૃતક પી.પી.ચાવડા ને ક્રિકેટ મેચની ટિકિટ આપવા પોલીસ ચોકીએ આવ્યો હતો ત્યારે સબ પોલીસ ઇન્સ્પેક્ટર ચાવડા પોતાની સર્વિસ રિવોલ્વર સાફ કરી રહ્યા હતા જે સમયે સર્વિસ રિવોલ્વર સાફ કરતા સમયે મિસફાયર થતા રિવોલ્વરમાંથી છૂટેલી ગોળી હિમાંશુ ગોહેલને વાગી હતી.

Leave a Reply

Your email address will not be published.