////

રાજકોટની રચના ત્રિવેદીએ KBCમાં જીત્યા 3.20 લાખ

ભાવનગરમાં જન્મેલી અને મૂળ રાજકોટની રચના ત્રિવેદી કોન બનેગા કરોડપતિ સીઝન 12માં હોટસીટ પર પહોંચી હતી. રાજકોટમાં રહી ધ સ્કૂલ ઓફ સાયન્સ અને બાદમાં આત્મીય ઇન્સ્ટિયૂટમાં કોલેજનો અભ્યાસ કરી બિઝનેસ રિલેશનશિપ મેનેજર તરીકે કામ કરતી 30 વર્ષીય રચના ત્રિવેદી કોન બનેગા કરોડપતિ સીઝન 12માં હોટ સીટ પહોંચી હતી. જેમાં 7 ડિસેમ્બરના રોજ કોન બનેગા કરોડપતિમાં પહોંચીને ફાસ્ટેટ ફિંગર ફર્સ્ટના પ્રશ્નમાં ઝડપી જવાબ આપી 7 અને 8 ડિસેમ્બરના રોજ કોન બનેગા કરોડપતિ સીઝન 12ની હોટ સીટ પર સ્થાન પ્રાપ્ત કર્યું હતું. જેમાં 10માં પ્રશ્ન પર તેનો જવાબ ખોટો પડતા કુલ 3.20 લાખ રૂપિયા જીત્યા હતાં. રચનાના માતા કીર્તિબેનની ઈચ્છા હતી કે, તેઓ KBC હોટ સીટ પર બેસી અમિતાભ બચ્ચનના હાથથી ચેક પ્રાપ્ત કરે અને આજે 8 ડિસેમ્બરના રોજ તેઓએ આ ચેક હાંસિલ કરી તેના માતાનું સ્વપ્ન સાકાર કર્યું છે.

વર્ષ 2019માં રચના ત્રિવેદી જર્મની ગઇ હતી અને થોડા સમય પહેલા તે રાજકોટ આવી હતી. રાજકોટ આવી અને બાદમાં કોરોના વાયરસની વૈશ્વિક મહામારી સર્જાય અને ભારતમાં લોકડાઉન આપવામાં આવ્યું અને લોકડાઉનના કારણે રચના રાજકોટ રહેવું પડયું હતું. જેમાં આ સમય દરમિયાન KBC સીઝન 12માં સિલેક્ટ થતા તારીખ 7 અને 8 ડિસેમ્બરના રોજ રચના હોટ સીટ પર બેસી KBC સીઝન 12 રમી હતી. જેમાં 4 પૈકી 2 લાઈફલાઇન ગુમાવી રચનાએ 3.20 લાખ રૂપિયા રકમ જીતી હતી.

રચનાને અભિનેત્રી હરમીત કૌરને લોકો કયા નામથી ઓળખે છે તે અંગેનો પ્રશ્ન પૂછતા રચના સાચો જવાબ આપી શકી ન હતી. આ પ્રશ્નનો સાચો જવાબ નીતુ કપૂર છે. પરંતુ રચનાએ આ પ્રશ્નના જવાબમાં સની લિયોન ઉત્તર આપ્યો હતો. તેના કારણે તેમને 3.20 લાખ રકમ જીતી ગેમમાંથી આઉટ થવું પડ્યું હતું. રચના ત્રિવેદી શોમાં એક કવિતા પણ સંભળાવી હતી, જેની પ્રશંસા અમિતાભ બચ્ચનએ કરી હતી અને દર્શકોને પણ આ કવિતા પસંદ આવી હતી.

Leave a Reply

Your email address will not be published.