////

રંગીલા રાજકોટવાસીઓએ ટ્વિટર પર શરૂ કર્યુ #HelpRajkot અભિયાન

રાજકોટમાં કોરોના સંક્રમણથી વધતા જતા કેસ મામલે કોવિડ હોસ્પિટલોમાં બેડની જરૂરીયાતો વધી રહી છે. તેવામાં રાજકોટમાં બેડની સ્થિતિ જણાવવા કોઈ પોર્ટલ ન હોવાથી રાજકોટવાસીઓએ ટ્વિટરમાં અભિયાન શરૂ કર્યું છે. રાજકોટ શહેરની કોવિડ હોસ્પિટલમાં બેડની સ્થિતિ જણાવવા અંગે પોર્ટલ બનાવવા માટે શહેરીજનો દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

રાજકોટમાં વધતા કોરોના કેસને લઇ અનેક લોકો કોવિડ હોસ્પિટલમાં બેડ શોધવા માટે હેરાન થયા છે. તેવામાં રાજકોટમાં બેડની સાચી સ્થિતિ જાણવા માટે કોઈ પોર્ટલ નથી. જો કે, અનેક લોકો મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરને પોર્ટલ બાબતે રજૂઆત કરી ચુક્યા છે.

હજુ સુધી રજૂઆત છતાં પણ આ મામલે કોઈપણ પ્રકારની કામગીરી ન થતી હોવાથી લોકોએ મ્યુનિસિપલ કમિશનલ અને શાસકોને જગાડવા માટે સોશિયલ મીડિયા પર અભિયાન શરૂ કર્યું છે. રાજકોટવાસીઓ #RajkotNeedsBedPortal અને #HelpRajkot ટેગ કરીને અભિયાન ચલાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતના અન્ય મહાનગરોમાં હોસ્પિટલમાં બેડની સ્થિતિ અંગે ઓનલાઇન પોર્ટલ ચાલુ કરાયા છે.

Leave a Reply

Your email address will not be published.