/

રંગીલા રાજકોટના રંગમાં ભંગ પાડનાર વિદ્યાર્થીઓ કોણ ? : જાણો

રાજકોટ શહેરના પેલેસ રોડ પર ત્રણ દિવસ પૂર્વે અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો હતો પેલેસ રોડ પર આવેલ ભગવતી ફાસ્ટ ફૂડ માં ત્રણ દિવસ પૂર્વે ત્રણ જેટલા શખ્સોએ પથ્થરમારો કર્યો હતો જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ પણ થઈ હતી ક્યારે સીસીટીવી ફૂટેજના આધારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમે એમ.જી હોસ્ટેલ ના બે વિદ્યાર્થી સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરી છે.

પોલીસની પૂછપરછમાં પકડાયેલા આરોપીઓ એ જણાવ્યું હતું કે જે રાત્રે ત્રણેય સખશો એ તોડફોડ કરી હતી તેનું ગણતરીની કલાકો પહેલાં જ ભગવતી ફાસ્ટ ફૂડના વેઈટર સાથે સામાન્ય બાબતમાં અજય ને બોલાચાલી બાદ માથાકૂટ થઈ હતી. જે વાતનો બદલો લેવા મોહસીનખાન મલેક, ધીરેનભાઈ માલકીયા અને અજય અમરશીભાઇ બેડવા એ તોડફોડ કરી જાન થી મારી નાખવાની ધમકી આપી હતી. તો પોલીસ તપાસના અજય બેડવા માનસિક અસ્થિર હોવાનુ પણ સામે આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published.