રાજુલા શહેર ની પ્રજા કોના પાપે દુષિત પાણી પીવે છે કોણે કરી પ્રજાની ચિંતા :

અમરેલી જિલ્લાના રાજુલા નગરપાલિકા દુષિત પાણી પાણી પીવે છે તેની ચિંતા કોંગ્રેસ શાસિત નગરપાલિકાના સદસ્યએ કરી છે કોંગ્રેસના સદસ્યએ સરકારને રજૂઆત કરી છે કે જે તે વખતે ભાજપ શાસિત નગરપાલિકા હતી તેવા સમયે પાણી પુરવઠા બોર્ડ દ્વારા પાલિકા વિસ્તારમાં ભૂગર્ભ ગટર અને પીવાના પાણીની લાઈનનું કામકોન્ટ્રાક્ટરો દૂર કરવામાં આવ્યું હતું પરંતુ કોન્ટ્રાકટર અને ભાજપ શાસિત હોદેદારો અને સત્તાધીશોની મેલી મુરાદથી આજે લોકોના આરોગ્ય સાથે ચેડા થાય છે અને ભયન્કર રોગચાળાનો ભોગ પ્રજાજનો બની રહ્યા છે

રાજુલા નગરપાલિકામાં હાલ કોંગ્રેસનું શાસન છે તે પહેલા ભાજપ શાસિત નગરપાલિકા હતીતે સમયે નગરપાલિકા વિસ્તારમાં ભૂગર્ભ ગટર યોજનાનું કામ કરવામાં આવ્યું હતું તે સમયે પીવાના પાણી લાઈન પણ ફિટ કરવામાં આવી હતીતે સમયે કોંગ્રેસે અનેક વિરોધ પ્રદર્શન કર્યા હતા પરંતુતે સમયના સત્તાધીશો અને નગરપાલિકાના પાણીપુરવઠાના સત્તાધીશોની મીલીભગતને કારણે કોન્ટ્રાકટર સામે કોઈ કાર્યવાહીના થઈ જેના કારણે આજે રાજુલા નગરપાલિકા વિસ્તારની પ્રજા દુષિત પાણી પીવે છે દુષિત પાણી પીવાના કારણે લોકોના આરોગ્ય પર મોટું જોખમ તોડાય રહ્યું છે.

હાલની કોંગ્રેસ શાસિત નગરપાલિકાના સદસ્ય ઘનશ્યામ વાઘે સરકારમાં રજૂઆત કરી કે જેતે વખતના ભાજપના હોદેદારો અને ચીફ ઓફિશરે અને કોન્ટ્રાકટરે સામે કાયદાકીય કાર્યવાહી કરી તેમની સામે ફરિયાદ દાખલ કરવાની માંગ કરી છે ઘનશ્યામ વાઘે જણાવ્યું હતું કે આજે અમારા વિસ્તારની જે તે વખતના ભાજપ શાસિત અધિકારીઓ અને પદાધિકારીઓ કોન્ટ્રાકટરની બેજવાબદારીને કારણે પ્રજા દુષિત પાણી પીવે છે અને રોગચાળો વક્રી રહ્યો છે તેથી તાત્કાલિન અસરથી પાણીપુરવઠાના સત્તાધીશો અને ભાજપના જવાબદાર સદસ્યો સામે ફોજદારી રહે કાર્યવાહી કરવાની માંગ કરી છે. 

Leave a Reply

Your email address will not be published.