//

કોંગ્રેસના નવા માળખાને રાજ્યસભાની ચૂંટણી ગ્રહણ

છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ પક્ષમાં જૂથવાદ અને વિખવાદ ચાલતો હોવાની વાતો બહાર આવી રહી છે જેના કારણે ગુજરાત કોંગ્રેસનું નવું માળખું બનાવવા માં અનેક સમસ્યાઓ આવી રહી છે કોંગ્રેસના કેટલાક નેતાઓ પોતાની પસંદગીના કાર્યકરોને ઉંચ્ચ હોદા પર બેસાડવા માંગે છે તો કેટલાકને આ વાત નથી પસંદ જેના કારણે ગુજરાત કોંગ્રેસના માળખાની પસંદગી પ્રક્રિયા ગોકળગાયની ગતિ એ ચાલી રહી છે આગામી દિવસોમાં રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે તેવા સમયે પણ પ્રદેશ માળખું હોળીની જેમ હાલક ડોલક કરી રહ્યું છે કોંગ્રેસ નેતાઓ મીડિયા સામે એકજુટ હોવાની વાતો કરે છે ત્યારે નવા માળખામાં આંતરિક જૂથવાદ અને વિખવાદ દેખાઈ આવે છે હવે નવું માળખું રાજ્યસભાની ચૂંટણી બાદ જાહેર થાય તેવી અટકળો છે.

Leave a Reply

Your email address will not be published.